Western Times News

Gujarati News

યુવક યુવતીને કોલેજની લેબ રૂમમાં લઇ ગયો અને કરી દીધી હત્યા

મહેસાણા, મહેસાણાની વડસ્મામાં કોલેજમાં થયેલી વિદ્યાર્થીનીના મોત પર મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાની વડસ્મા કોલેજમાં થયેલી વિદ્યાર્થીનીના મોતને લઇને પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. કોલેજની લેબ રૂમમાં જ ગળાટુંપો આપીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો હતો. Death of a student in a college in Vadsma, Mehsana

પોલીસે આ મામલે પ્રવિણ ગામિત નામના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પ્રવિણ ગામિત મૃતક સાથે અભ્યાસ કરતો હતો. આરોપી પ્રવિણ ગામિતને રાઉન્ડ અપ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરીને લેબ રૂમમાં લઇ ગયો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરી હતી.

વડસ્મા ગામની શ્રી સત્સંગી સાંકેતધામ રામ આશ્રમ ગૃપ ઇન્સ્ટીટયુટ કોલેજની રીસર્ચ લેબ નંબર ૨માં યુવતીની હત્યા કરી વિદ્યાર્થી યુવક ફરાર થયો હતો. મહેસાણા પોલીસે પ્રથમ અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ બાદમાં યુવતીની હત્યા થયાનો ખુલાસો થયો હતો. મહેસાણામાં એક સપ્તાહમાં બે યુવતીની હત્યા કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.