ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં હાર્ટ એટેકથી ૪ લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો-યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો છે
રાજકોટ, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગત ૧૦ દિવસમાં રાજ્યમાં ૩ લોકોને હાર્ટ એટેક આવ્યો છે, ત્યારે આજે ફરી રાજકોટમાંથી હાર્ટ એટેકની ૨ ઘટના સામે આવી છે. રાજકોટના લાયન્સ ક્લબના પૂર્વ પ્રમખ સચિન મણિયાર અને અમિત ચૌહાણ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટનામાં બંન્ને લોકોના મૃત્યુ થયા છે.
સચિન મણિયારને પોતાના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે અમિત ચૌહાણ નામના યુવકને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ મ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં બંન્ને લોકોનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, ૧૦ દિવસની અંદર રાજકોટમાં ૩ લોકોને હાર્ટ એટેક આવ્યો છે, જ્યારે સુરતમાં ૧ યુવકને હાર્ટ એટેક આવ્યો છે. 4 people lost their lives due to heart attack in last 10 days in Gujarat
આ ચારેય ઘટનામાં ૪ લોકોનું મૃત્યુ થયું છે.રાજકોટની ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા.
જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે અમિતભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો છે.
રાજકોટમાં ૨૪ કલાકમાં હાર્ટ એટેકની આ બીજી ઘટના છે. મળતી માહિતી અનુસાર, જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારને વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓને હોસ્પિટલ ખાતે લઇ લવામાં આવ્યા હતા. જ્યા તેઓનું નિધન થયું હતું. સચિન મણિયારના નિધનના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
૨૩ એપ્રિલે રાજકોટમાં હાર્ટ એટેકથી ૧૯ વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. ૧૯ વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું હતું.