Western Times News

Gujarati News

ડમીકાંડમાં ૨૪ આરોપીઓ પોલીસની પકડથી દૂર, નામ-સરનામા છે છતાં કેમ કાર્યવાહી નહીં?

યુવરાજસિંહ નામ ઉછળ્યું અને ડમીકાંડ દબાયું અત્યાર સુધીમાં ૩૩ આરોપીની ધરપકડ થઈ છે જ્યારે કુલ ૫૭ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ થઈ છે, ૫૭માંથી ૨૪ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે

ભાવનગર,  ભાવનગરમાં તોડકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે પરંતુ ડમીકાંડ ભૂલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ડમીકાંડમાં કુલ ૩૬ આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. 24 accused in Dumikand are far from the police, names and addresses are there, why no action?

જે ૩૬ આરોપીઓમાંથી પોલીસે ૧૩ આરોપીઓની ધરપકડ કરી હતી. ૧૩ આરોપીઓની તપાસમાં અન્ય ૨૦ આરોપીઓના નામ બહાર આવ્યા હતા અને નવા નામ બહાર આવતા પોલીસે ૨૦ આરોપીની ધરપકડ કરી હતી. ડમીકાંડમાં અત્યાર સુધીમાં ૩૩ આરોપીની ધરપકડ થઈ છે જ્યારે ડમીકાંડમાં કુલ ૫૭ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ થઈ છે.

૫૭માંથી ૨૪ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે તેમજ પોલીસ પાસે તમામ ફરાર આરોપીના નામ અને સરનામા હોવા છતાં ધરપકડ કેમ કરવામાં આવતી નથી તે સવાલ ઉભા થઈ રહ્યાં છે.

૨૪ આરોપીઓની ધરપકડ ન થતા પોલીસ કાર્યવાહી પર સવાલ ઉભા થઈ રહ્યાં છે જાે કે, ડમીકાંડમાં પણ રૂપિયાનો મોટો વ્યવહાર બહાર આવી શકે છે. ડમીકાંડમાં નોકરી મેળવનારાએ કોની સાથે રૂપિયાનો વ્યવહાર કર્યો તેની તપાસ હજુ બાકી છે જે તમામ બાબતને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે.

૫ એપ્રિલના રોજ યુવરાજસિંહે ડમીકાંડમાં નામ જાહેર કર્યા હતાં. નામ જાહેર કર્યા બાદ યુવરાજસિંહ પર તોડ કરવાનો આક્ષેપ લાગ્યો હતો. જાે કે, અત્યારે પોલીસ તોડકાંડમાં તપાસ કરી રહી છે પરંતું તોડકાંડ સાથે ડમીકાંડની તપાસ કેમ થતી નથી તે સૌથી મોટો સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.