પોલખોલના તોડબાજ તંત્રીએ સ્કૂલોના સંચાલકો પાસે મોટી રકમ ખંખેરી હતી
પોલખોલના તંત્રીએ ૧૬ સ્કૂલ અને બે ઔદ્યોગિક એકમ પાસેથી લાખો ખંખેર્યા -કંજારિયાએ ૨ ટ્રાવેલ કપંનીને પણ નિશાન બનાવી પૈસા પડાવ્યા
આનંદ નિકેતન સ્કૂલમાં (Anand Niketan School ) એક વાલી પાસેથી બે લાખ રૂપિયા લઈને એડમિશન કરાવ્યું હતું.
ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસીએ (Udgam School Manan Chowksi) પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ, સ્કૂલો વિશે RTI કરીને માહિતી મેળવી સ્કૂલોને બદનામ કરવાની કે બંધ કરાવી દેવાની ધમકી આપનાર પોલ ખોલ યુ ટ્યૂબ ચેનલના તોડબાજ તંત્રી આશિષ કંજારિયા (Ashish Kanjariya Bopal) વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. The editor of Polkhol youtube channel extorted a huge amount of money from the school administrators
આશિષે અત્યાર સુધી અત્યારસુધી ૧૬ સ્કૂલના સંચાલકો, ૨ ટ્રાવેલ એજન્સી અને ૨ ઔદ્યાગિક એકમો પાસેથી રોકડેથી રૂ.૨૬,૭૫ લાખ પડાવ્યા હતા. તેમજ આ લોકો પાસેથી જાહેરાત પેટે એકાઉન્ટમાં રૂ.૫૦ લાખ મળીને કુલ રૂ.૭૬.૭૫ લાખ પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે,
આશિષ કંજારિયાને ક્રાઈમ બ્રાંચની ટીમે કોર્ટમાં રજૂ કરીને વધુ ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કેસની તપાસ કરેલી રહેલી ક્રાઈમ બ્રાંચના પીઆઈ મિતેશ ત્રિવેદીએ કહ્યું કે, આશિષે અત્યાર સુધીમાં ૧૬ સ્કૂલના સંચાલકોને ધમકી આપીને પૈસા પડાવ્યા હતા. તેવી જ રીતે ૨ ટ્રાવેલ એજન્સી અને ૨ ઔદ્યોગિક એકમ પાસેથી પણ પૈસા પડાવ્યા હતા. તેણે આ તમામ લોકો પાસેથી રોકડેથી રૂ.૨૬.૭૫ લાખ લીધા હતા. હજુ પણ વધુ ફરિયાદો દાખલ થઈ શકે છે.
સેટેલાઈટ શ્યામલ રો હાઉસમાં રહેતા શશીબહેન ભટ્ટ(૬૨) બોપલ અને સાણંદમાં શ્રી રામ વિદ્યાલય (Shri Ram Vidyalaya Bopal) ધરાવે છે. ૨૦૧૭ માં આશિષ તેમને મળવા ગયો હતો અને પોતે વાલી મંડળનો પ્રમુખ, આરટીઆઈ એકટીવીસ્ટ અને પોલખોલ યુ ટ્યૂબ ચેનલના તંત્રી તરીકે ઓળખાણ આપી સ્કૂલની કેટલીક માહિતી માંગી હતી. જે નહીં આપતા સ્કૂલમાં આંદોલનની ધમકી આપીને વાર્ષિક રૂ.૫૦ હજારની માંગણી કરી હતી.
આશિષે ઘણી સ્કૂલો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં દાખલ થઇ શકે છે. ખુલતા આશિષ વિરુદ્ધ હજુ અન્ય કેટલીક ફરિયાદો જેના માટે પોલીસ સામેથી પણ સ્કૂલના સંચાલકોનો સંપર્ક કરી રહી છે.
આશિષ કંજારિયાએ આનંદ નિકેતન સ્કૂલમાં એક વાલી પાસેથી બે લાખ રૂપિયા લઈને એડમિશન કરાવ્યું હતું. જેની જાણ થતાં સ્કૂલના ટ્રસ્ટીએ તેને આ પ્રકારે એડમિશન કરાવવાની ના પાડી હતી. તે છતાંય તેણે બીજી વાર એડમિશન કરાવવાની કોશિષ કરતાં સ્કૂલે ફરીવાર ના પાડી હતી.
ત્યારે તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને થોડા થોડા કરીને 6 લાખ રૂપિયા પડાવ્યા હતાં. તે ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીના ભાઈની ઓફિસ પર પણ આઈટીની રેડ પડાવવાની ધમકીઓ આપને બે લાખ રૂપિયા પડાવ્યા હતાં. જેથી સ્કૂલના ટ્રસ્ટીએ આશિષ સામે ફરિયાદ નોંધાવી છે. આશિષ સામે હવે વધુ સ્કૂલો ફરિયાદ નોંધાવા સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની મણિનગરમાં એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના સંચાલક સંજયસિંહ ધરમપાલસિંગે ક્રાઈમ બ્રાંચમાં આશિષ કંજારિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ શહેરની જાણિતી ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસીએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે.
મનન ચોકસીને સ્કૂલમાં એડમિશન કરી આપવા માટે કહ્યું હતું પરંતુ તેમણે આ પ્રકારે એડમીશનની ના પાડતાં જ આશિષ તેમની સામે ખોટી અરજી અને આરટીઆઈ કરતો હતો. તે સ્કૂલમાં આવીને કહેતો હતો કે તમારી સ્કૂલ વિરૂદ્ધમાં ખોટા પુરાવા ઊભા કરીને ફસાવી દઈશ અને જામીન પણ નહીં મળે તેવા ખોટા કેસમાં ફસાવી દઈશ. તે ઉપરાંત શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સંત કબીર સ્કૂલ પાસે પણ આશિષ કનજારિયાએ ખંડણી માગી હતી.