તાઇચી કૂંગફુ માર્શલ આર્ટમાં ડુંગરી ગામની છ વર્ષની નિત્યા પટેલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો
(પ્રતિનિધિ) વલસાડ, ગુજરાત રાજ્યની તાઇચીની રાજ્યકક્ષાની હરીફાઈ નું આયોજન પહેલીવાર વલસાડના ધરમપુર તાલુકામાં આસુરામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ હાઇ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું . જેમાં રાજ્યમાંથી ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ હરીફાઈમાં મુખ્ય મહેમાન ભારતના તાઈચી એસોસિએશનના જનરલ સેક્રેટરી ડો. મનોજભાઈ વાર્ડસકર હતા. ગુજરાત રાજ્યના તાઇચી પ્રમુખશ્રી માસ્ટર હિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા રમાઈ હતી. જેમાં પ્રમાણપત્ર અને મેડલ – વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધા તાઇચીના અલગ અલગ મોડેલ જેવા કે તાઈચી ૮ ફોર્મ, તાઇચી ચેન, તાઇચી ફેનમાં યોજાય હતી. જેમાં અંડર ૯ માં તાઇચી ૮ ફોમ માં નિત્યા નીલકંઠ પટેલે ડુંગરી ગામ ની દીકરી માસ્ટર શ્રી હિતેશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.
અને એમના માર્ગદર્શન હેઠળ બોન્ઝ મેડલ મેળવ્યો છે . આ હરીફાઈ માંથી ૩૦ સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની તાઇથીની હરીફાઈ માટે પસંદગી પામ્યા છે. આ સ્પર્ધકો રાષ્ટ્રકક્ષાએ પણ મેડલ લાવી જિલ્લાનું તેમજ ગામનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપી હતી.