મોરબીમાં ઠેર ઠેર ગંદકીના ગંજ શેરી-ગલીઓમાં અંધકાર છવાયો
પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારની સત્વરે તપાસ કરી જવાબદાર અધિકારી-પદાધિકારીઓ સામે પગલાં ભરવા કોંગ્રેસની માંગ
મોરબી, મોરબી શહેરમાં ભાજપ શાસિત પાલિકાના રાજમાં ઝુલતા પુલની ગોઝારી ઘટના બનતા ગુજરાત સરકાર દ્વારા વિસર્જન કરી બાવન બાવન સદસ્ય વહીવટમાં નિષ્ફળ ગયા હોવાનું માની પાલિકાને સુપરસિડ કરી નાંખી છે.ત્યારે ભાજપના ચૂંટાયેલા સદ્દસ્યોએ મોરબીની પ્રજાના ટેેક્ષના રૂપિયાનો
બેફામ ગેરઉપયોગ કરી પાલિકાની તિજાેરી ખાલી કરી નાખતા પૈસાના વાંકે પ્રજાને મળતી સીટી બસની સેવા બંધ કથયાની સામે ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી પણ હાલ બંધ થતાં શેરી ગલીઓમાં કચરાના ગંજ ખડકાયેલા હોવાની સનસનીખેજ આરોપ મોરબી જીલ્લા કોંગ્રેેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ લગાવ્યો છે.
રાજ્યગુરૂના જણાવ્યા અનુસાર ગુેજરાત સરકાર તરફથી મોરબી પાલિકોને મળેલા વાહનો પણ વણવપરાયેલા બંધ હાલતમાં છે. વાહનોમાંથી પંપ અને ટાયરો ગુમ થયેલાના અહેવાલો આવી રહ્યા છે. મોરબી પાલિકા પૈસાના વાંકે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં શક્તિમાન નથી.
કારણ કે છેલ્લા બે વર્ષ દરમ્યાન ભાજપ શાસિત નગરપાલિકાએે ભ્રષ્ટાચાર કરવામાં કંઈ કસર રાખી નથી. જેના કારણે પ્રજાના ટેક્ષના પૈસાથી ભરાયેલી તિજાેરી ખાલી થઈ ગઈ છે. અને સીટી બસના કોન્ટ્રાક્ટરોને અને કચરો કલેકશનના કોન્ટ્રાક્ટરોને બિલના નાણાં નહીં ચુકવતા કામગીરી હાલ સદંતર બંધ કરી દેવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે મોરબીની પ્રજાએે ભારતીય જનતા પક્ષને સંપૂર્ણ બહુમતિ આપેલી તેમ છતાં વહીવટી અણઆવડત અને વહીવટી જ્ઞાનના અભાવેે અને ભ્રષ્ટાચાર નો કારણે આજે મોરબી શહેરને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. રોડ રસ્તાઓ ઉપર ભરાતી ગટરના ગંદા પાણી વહી રહ્યા છે.
શેરી ગલીઓમાં અંધકાર છવાયો છેે અને કચરાઓનો ઢગલાઓ ખડકાઈ રહ્યા છે.પ્રજાને એવું લાગે છે કે હવે નગરપાલિકા પ્રિમોન્સુનની કામગીરી પણ કરી શકશે કે કેમ? તે પણ એક મોટો સવાલ છે. સત્વરે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા અંતમાં તેમણે માંગણી કરી છે. ભૂતકાળમાં પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસ કરી જવાબદાર પદાધિકારીઓ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા માંગણી કરી છે.