ટેલિવિઝનની ફેવરીટ ઓન-સ્ક્રીમ માતાઓ

ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં માતાઓને પ્રેમ, સંભાળ, અનુકંપા અને ત્યાગના પ્રતિક તરીકે દર્શાવતા વિવિધ શોમાં અમુક નોંધપાત્ર સ્ત્રી પાત્રો બતાવવામાં આવ્યાં ચે. આ નાના પડદાની માતાઓએ દર્શકોના મન પર કાયમી છાપ છોડી છે. આ મધર્સ ડે પર &TVના કલાકારો પડદા પરની વહાલી માતાઓનાં અલગ અલગ રૂપ ભજવવા વિશે વાત કરે છે. Favourite on-screen ‘Moms’ of Television
આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને સોમા રાઠોડ (અમ્માજી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “દૂસરી મા શો માતૃત્વની અતુલનીય લાગણીઓની ઉજવણી કરે છે. મુખ્ય પાત્ર યશોદા તેના સંતાનના જીવનના પડકારોમાં તેને મજબૂત આધાર આપે છે. સંતાન માટે પ્રેમ લોહીના સંબંધોથી પણ પર છે અને તે તેના પુત્ર કૃષ્ણાનું રક્ષણ કરવા માટે સર્વ મુશ્કેલીઓ સામે લડે છે.
યશોદા આગઝરતી, પોષક માતૃત્વનું પ્રતિક છે અને પોતાના ત્રણ સંતાન કૃષ્ણા (આયુધ ભાનુશાલી), આસ્થા (અદ્વિકા શર્મા) અને નુપૂર (અન્યા ગાલવન)ની સુરક્ષા અને સુખાકારીની ખાતરી રાખવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. યશોદા બધા સંતાનને સમાન માને છે અને નિષ્પક્ષ રીતે તેમની અંદર સારાં મૂલ્યોનું સિંચન કરે છે અને પરિવારને એકત્ર રાખે છે. તે સ્વતંત્ર, મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી મહિલા છે, જેના સંતાન તેની દુનિયા છે, જે તેને અનન્ય માતા બનાવે છે.”
હપ્પુ કી ઉલટન પલટનની કામના પાઠક ઉર્ફે રાજેશ સિંહ કહે છે, “શોમાં હું નવ સંતાનની માતાની ભૂમિકા ભજવી રહી છું, જે દરેક તેમનું અજોડ વ્યક્તિત્વ ધરાવે છે. હૃતિક (આર્યન પ્રજાપતિ), ચમચી (ઝારા વારસી), કેટ સિંહ (ગઝલ સૂદ), રણબીર (સોમ્યા આઝાદ) હોય કે મલ્લિકા (સોનલ પાનવર) તેમને માટે મારો પ્રેમ સમાન છે.
પ્યાર અને મારનો વારો આવે તો પણ પ્રેમ સમાન છે (હસે છે).મારું પાત્ર રાજેશ પોતાના સંતાનોને ખુશ કઈ રીતે રાખવા તે સારી રીતે જાણે છે અને તેમની ઈચ્છા પૂરી કરવા ગમે તે કરી શકે છે. તે પરિવારનો પાયો છે. તે તેના સંતાનને શક્તિ અને આધાર પૂરો પાડે છે.
રાજેશ પરિવારની પોલીસ અધિકારી જેવી છે, જે બધું પોતાના નિયંત્રણમાં રહે તેની ખાતરી રાખે છે. તેના વિના ઘરમાં અંધાધૂંધી થઈ હોત. તે માતાની ફરજો ભજવવાથી ક્યારેય થાકતી નથી, જે આદત તેને સુપરમોમ બનાવે છે. તે પરિવારને નિયમોનું પાલન કરાવવા માટે કઠોર બની શકે છે તે છતાં તેનું મુખ્ય લક્ષ્ય સંતાનોને ખુશ રાખવાનું છે.”
ભાભીજી ઘર પર હૈની સોમા રાઠોડ ઉર્ફે અમ્માજી કહે છે, “અમ્માજી આનંદિત, જોશીલી અને સ્વર્ણિમ મહિલા છે, જે પોતાના પુત્ર મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) સહિત દરેક પાસેથી સન્માન માગી લે છે. તે પુત્રવધૂ અંગૂરી (શુભાંગી અત્રે)ને મજબૂત ટેકો આપે છે. તેને હંમેશાં સારી સલાહ આપે છે અને જરૂરત સમયે તેની પડખે રહે છે.
તેનો અંગૂરી પ્રત્યે વહાલ અને આધાર તેને અપવાદાત્મક માતા અને સાસુ બનાવે છે. રસપ્રદ રીતે અમ્માજી ભારતીય ટેલિવિઝન પર એકમાત્ર એવી સાસુમા છે, જે પુત્ર કરતાં પુત્રવધૂને વધુ પ્રેમ કરે છે (હસે છે). તેના પારંપરિક દેખાવ છતાં અમ્માજી સમસ્યા ઉકેલવાની વાત આવે ત્યારે આધુનિક વિચાર કરે છે, જેને લઈ પણ તે અપવાદાત્મક માતા અને સાસુ બને છે.”