The Kerala Story બીજા દિવસનું કલેક્શન ૧૧.૨૨ કરોડ
મુંબઈ, વિપુલ શાહ નિર્મિત ‘ધ કેરાલા સ્ટોરી’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી હતી અને મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. પરંતુ તમામ હોબાળા વચ્ચે ‘ધ કેરાલા સ્ટોરી’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી. જે રીતે તેના શો હાઉસફુલ ચાલી રહ્યા છે તે જાેઈને માનવામાં આવી રહ્યું છે કે અદા શર્માની આ ફિલ્મ ટૂંક સમયમાં મોટા આંકડાને સ્પર્શ કરી શકે છે. ‘ધ કેરાલા સ્ટોરી’નું બીજા દિવસનું કલેક્શન પણ બહાર આવ્યું છે.
તેની શાનદાર કમાણી શનિવારે પણ ચાલુ રહી હતી. બીજા દિવસે પણ તેની કમાણીમાં ૪૦ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. ફિલ્મ ધ કેરાલા સ્ટોરીએ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી હતી. અહેવાલ મુજબ, વિવાદો છતાં આ ફિલ્મે પ્રથમ દિવસે ૮.૦૩ કરોડના શાનદાર કલેક્શન સાથે ખાતું ખોલ્યું હતું. The Kerala Story
તો બીજા દિવસે ‘ધ કેરાલા સ્ટોરી’નું કલેક્શન દેશભરમાં ૧૧.૨૨ કરોડ રૂપિયા સાબિત થયું હતું. આ સાથે ‘ધ કેરાલા સ્ટોરી’એ માત્ર બે દિવસમાં ૧૯.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બોલિવૂડ ફિલ્મ ધ કેરાલા સ્ટોરી પરના હોબાળા દરમિયાન ગુજરાતમાં આ ફિલ્મનું ફ્રી સ્ક્રીનિંગ કરાયું છે.
જામનગર બાદ વડોદરામાં યુવતીઓ માટે આ ફિલ્મના ફ્રી સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિત દ્વારા આ ફિલ્મના ફ્રી સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે જામનગરમાં એક દિવસ પહેલા હિન્દુ સેના દ્વારા યુવતીઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી.
લાઈમલાઈટમાં આવેલા કાજલ હિન્દુસ્તાની પણ આ ફિલ્મ જાેવા પહોંચ્યા હતા. વડોદરાના રેસકોર્સ રોડ ખાતે યોજાયેલા ફિલ્મના સ્ક્રિનિંગમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ અને મહિલાઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી. ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની રિલીઝ નિમિત્તે ગુજરાતના જામનગરમાં પણ આ ફિલ્મનું ફ્રી સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ હિન્દુ સેના તરફથી કોલેજની ૩૫૦ છોકરીઓને બતાવવામાં આવી હતી. એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાની પણ આ ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.SS1MS