રાજ્યમાં પ્રથમ વખત ડિજિટલ પેપરલેસ પરીક્ષા
અમદાવાદ, પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો, તેવા સ્લોગન સાથે અનેક જાગૃતિ અભિયાન જાેવા મળે છે, પરંતુ વૃક્ષો વાવવાની સાથે વૃક્ષો બચાવવા પણ એટલા જ જરુરી છે.
ત્યારે રાજ્યની ખાનગી યુનિવર્સિટીની પહેલ પર્યાવરણ બચાવવા માટે જાેવા મળી. આ યુનિવર્સિટીએ રાજ્યમાં પહેલીવાર વાર્ષિક પરીક્ષા ડિજિટલ પેપરલેસ પરીક્ષા યોજી અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષામાં ૯ કોલેજના ૯ હજાર વિદ્યાર્થીઓ પેપરના બદલે પેપરલેસ ડિવાઈસ ટેબલેટ પર પરીક્ષા આપી રહ્યાં છે. First time digital paperless examination launched by Charusat University
યુનિવર્સિટીના તજજ્ઞોનું માનવું છે કે, અત્યારે આ એક્ઝામથી ૧૨ લાખ પેપર એટલે કે લગભગ ૧૫૦ વૃક્ષોને બચાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌપ્રથમ ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવી છે. હાલમાં યોજાઇ રહેલી વાર્ષિક પરીક્ષામાં ચારૂસેટની ૯ કોલેજાેના ૯૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ પેપરના બદલે પેપરલેસ ડિવાઇસ ટેબલેટ પર પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને એક્ઝામ કંટ્રોલર ડૉ. અતુલ પટેલ જણાવે છે કે, પરીક્ષા માટે ૧૨૫૦ ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્નપત્રો કોમ્પ્યુટરમાંથી કલાઉડ પર જાય અને ટેબલેટમાં અપલોડ થાય છે.
પરીક્ષામાં આઈરિસ સ્કેનથી ઓથેન્ટીફિકેશન થાય છે. ટેબલેટ ડિવાઇસ બેટરી બેક અપ ૧૬ કલાક છે. ઇન્ટરનેટની જરૂર પડતી નથી અને વાઇફાઈ કનેકશનથી ચાલે છે. શરૂઆતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પેપરલેસ પરીક્ષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ડિજિટલ પેપરલેસ પરીક્ષા લેવામાં આવી રહી છે.
આ એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી સિસ્ટમથી પેપરનો બચાવ અને પર્યાવરણનું જતન વધારે થાય છે. ઉપરાંત ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હૉલ ટિકિટમાં વપરાતા પેપરનો બચાવ થઈ રહ્યો છે, જેના થકી પર્યાવરણના જતનની સાથે-સાથે પરીક્ષા પદ્ધતિની ગુણવત્તામાં વધારો થઇ રહ્યો છે.
આ એક્ઝામથી અમે અત્યારે ૧૨ લાખ પેપરનો બચાવ કરી પર્યાવરણનું રક્ષણ કરીશું. આ પરીક્ષાની વિશેષતા એ પણ છે કે, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે કશું સાથે લાવવાની જરૂર નથી, પરીક્ષા પછી બધા જ પ્રશ્નપત્રો કલાઉડ-ઇન્ટરનેટ પર જાય પછી પ્રોફેસરો લૉગ ઇન કરી ઇવેલ્યુએશન કરી ચેક કરી શકે છે અને રીમાર્ક-સર્કલ-ટીક કરી શકે છે.
જેના કારણે સરળતા રહે છે. પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હૉલ ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવે છે. જેમાં હૉલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હોય છે અને આ જ ટેબલેટમાં વિદ્યાર્થીઓ જવાબ લખે છે. ટેબલેટ પર સ્ટાઇલક પેનથી લખવામાં આવે છે.
પેપરલેસને લગતા તમામ ઓપરેશન્સ જેમ કે સોફ્ટવેરમાં એક્ઝામ શિડ્યુઅલ કરવી, વિદ્યાર્થીઓ માટે ડિવાઇસ તૈયાર કરવા, શિક્ષકોને આન્સર સ્ક્રીપ્ટ તપાસવા આપવી વગેરે ધ્યાનમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ કલાઉડ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન થાય છે.SS1MS