Western Times News

Gujarati News

Statue of Unity ધોરીમાર્ગ નજીક તીવ્ર દુર્ગંધ મારતું કેમિકલ વેસ્ટ કોઈ ઠાલવી જતાં ચકચાર

ઝઘડિયા સેવાસદનની બાજુમાં અવાર નવાર કેમિકલ વેસ્ટ માફિયાઓ દ્વારા ઝઘડિયા ટાઉનની આજુબાજુમાં જાહેરમાં વેસ્ટ ઠાલવતા પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે

ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીઓના સંચાલકો દ્વારા વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી છોડવું, રાત્રિના સમયે ચીમનીઓ દ્વારા દુર્ગંધ મારતો ગેસ છોડવો તે કોઈ નવી બાબત નથી. જીઆઈડીસીની  (GIDC) આજુબાજુના ગામડાઓમાં અવારનવાર મોડી રાત્રે તીવ્ર દુર્ગંધનો સામનો સ્થાનિક રહીશો કરી રહ્યા છે.

આ ઉપરાંત કેમિકલ વેસ્ટ માફિયાઓ દ્વારા જાહેરમાં ધન કચરો ઠાલવવાની ઘટનાઓ પણ બની રહી છે. ઉપરાંત ટેન્કર દ્વારા પ્રદૂષિત પ્રવાહી પણ ખેતરોમાં જાહેર ખુલ્લી જગ્યામાં છોડવાની ઘટનાઓ વારંવાર બને છે.આવી જ એક ઘટના આજરોજ ઝઘડિયા સેવાસદનની બાજુમાં સરદાર પ્રતિમા રોડને અડીને આવેલ ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તીવ્ર દુર્ગંધ મારતું ધન કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું છે.

ઝઘડિયા જીઆઈડીસીના કંપની સંચાલકો અને વાહન ચાલકોના મેળાપીપણામાં ચોરી છુપે કેટલાક વાહનોમાં ભરી તેનો યોગ્ય નિકાલ કરવાના બદલે જાહેરમાં પર્યાવરણને નુકસાન થાય તે રીતે ધન કચરો ઠલવાઈ રહ્યો છે, જેના પરથી ફલિત થાય છે કે ઔઘોગિક એકમનોને લગતા જીપીસીબી વિભાગને આ બાબતે કોઈ પડેલી જ નથી.

અવાર નવાર આવી બનતી ઘટનાઓના કારણે લોકો પણ ભયભીત થઈ રહ્યા છે.સેવાસદનની બાજુમાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગને અડીને કેમિકલ વેસ્ટ ઠાલવવાના પગલે સરદાર પતિમાં ધોરીમાર્ગ પર આવન જાવન કરતા વાહન ચાલકો પણ તીવ્ર દુર્ગંધનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક ગ્રામ પંચાયત મામલતદાર દ્વારા આ કચરો તાત્કાલિક ઉઠાવી યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે તેમ લોકો ઈચ્છવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્તરે કેમિકલ માફિયાઓ દ્વારા અતિ તીવ્ર દુર્ગંધ મારતો ધનગજરો ઠાલવવામાં આવ્યો છે તેનાથી સો મીટરના અંતરે જ ઝઘડિયા નાયબ કલેક્ટર તથા ઝઘડિયા મામલતદારની કચેરી આવેલી છે ત્યારે આવા તત્વો સામે ઝઘડિયાનું વહીવટી તંત્ર શું પગલાં ભરે છે તે જાેવાનું રહ્યું !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.