Western Times News

Gujarati News

ગણિતમાં PhD કર્યુ ગાય-ભેંસ ચરાવતા પિતાના પુત્રએ

મતિયાળા, ગોપાલ શું ભણેે છે તે અમને ના ખબર હોય તેના ભણતર પાછળ ખર્ચની રકમ હું તેમને મોકલી આપતો. આ શબ્દો છે. કડવાભાઈ રાઠોડના કડવાભાઈ ગોપાલના પિતા છે. આ પરિવાર અમરેલી જીલ્લાના લાલાવદર ગામમાં રહે છે. Son of cow-buffalo grazing father has done PhD in Mathematics

ભરવાડ સમાજના કડવાભાઈ રાઠોડનેે  ત્રણ પુત્રો તેમાંનો ગોપાલ બીજા નંબર. આ પુત્રને પહેલેથી જ ભણવામાં ખુબ રસ હતો. એટલેેે પિતા ૩૦ ગાયો, ભેંસ રાખતા હતા છતાં કોઈે દિવસે ગોપાલને ચરાવવા ન મોકલતા ગોપાલ આમ, ર૬ વર્ષનો છે.

ગોપાલ કહે છે કે ધો.૧ થી ૭નો અભ્યાસ લાલવદરમાં કર્યો હતો. ત્યારબાદ ૮ થી ૧૦ ભરવાડ બોર્ડીંગ જૂનાગઢ,, ૧૧-૧ર અમરેલી નૂતનમાં બીએસસી, (ગણિત) ૩ વરસ અમરેલી કમાણી કોલેેજમાં અભ્યાસ કર્યો છે. બાદમાં રાજકોટ ખાતે એમએસસી એમફીલ અને પીએચડીની ઉપાધી મેેળવી છે.

આજે ગણતિશાસ્ત્રમાં ગોપાલ પીએચડી થયો હોવા છતાં પરિવારમાં કોઈ અભ્યાસુ ન હોવા છતાં અસાધારણ સફળતા મેળવનારગોપાલ આજે નાના એવા ગામ લાલાવદરનું નામ રોશન કરી સંતોષની લાગણી અનુભવે છે. હાલ જીપીએસસીની તૈયારીમાં લાગી ગયેલ યુવક આજે અનેક માટે પ્રેેરણા રૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.