Western Times News

Gujarati News

ગુજરાતમાં દિપડાની વસ્તી ૧૩૯પ નોંધાઈ: 20 ટકા વધી

જૂનાગઢ, રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા સાત વર્ષ પછી રાજ્યભરમાં તા.પ થી ૭ દિપડા તથા તૃણાહારી ઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી. સોરઠમાં આ ગણતરી કાર્ય પૂર્ણ થયુ છે. ગણતરીકારોના મતે ર૦ ટકા વધારાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સર્વે કરનાર ટીમાના પત્રકો એકત્ર કરી અહેવાલ સરકારમાં રજુ કરાશે. Leopard population in Gujarat recorded at 139p: 20 percent increase

જૂનાગઢ જીલ્લા ઉપરાંત વન્ય પ્રાણી વર્તુળ કચેરી હેઠળના વિસ્તારોમાં સીસીએફ અનુરાધા શાહુના માર્ગદર્શન હેઠળ વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અમુક સ્થળોએેે એનજીઓના સહયોગથી ગત તા.પ થી ૭ દરમ્યાન દિપડાઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી.

દિપડો ચપળ અને ચબરાક પ્રાણી. અને વિંહરતા હોવાથી તેનું લોકેશન મેળવવું મુશ્કેલ હોવા છતાં ફૂટમાર્ક અવાજ તથા નજરે ચડેલા દિપડાઓની વસ્તીનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તાર બગીચા જેવા કે આંબા, નાળીયેરી, નદી કાંઠાઓ ઉપર દિપડાનો પગરવ શોધી કઢાયા હતા.

ગણતરીકારોના મતે દિપડાઓની વસ્તીમાં ર૦ ટકા વધારો નિશ્ચિત મનાય છે. છેલ્લી ગણતરીમાં ગુજરાતમાં દિપડાની સંખ્યા૧૩૯પ નોંધાઈ હતી. તેમાં ર૦ ટકા વધારાનો પ્રાથમિક અંદાજ મુકાયો છે. તેથી દિપડાની સંખ્યા ૧પ૦૦ ઉપર પહોંચશે તે નિશ્ચિત મનાય છે.

ગણતરી કરનાર ટીમોના પત્રકો  એકત્ર કરી અહેવાલ તૈયાર કરાશે અને રાજ્ય સરકારને મોકલાશે. આ અંગે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ આ ગણતરી અંગે કશુ કહેવા તૈયાર નથી. ગણતરી પત્રકો એકત્ર થઈ રહ્યા છે. ત્યારબાદ અહેવાલ સરકારમાં મોકલાશે ત્યાંથી દિપડાની સંખ્યા જાહેર કરાશે એવો ઉતર વાળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.