Western Times News

Gujarati News

પાટીદાર સમાજને માધ્યમ બનાવી દરેક સમાજના વિકાસ માટે પ્રયાસ કરાશે

મોરબીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંતર્ગત સમારોહ યોજાયો

મોરબી, સરદાર ધામ દ્વારા દર બે વર્ષેે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાય છે. તે મુજબ આગામી તા.૭ થી ૧૦મી જાન્યુઆરી રાજકોટ ખાતે ગ્લોબલ પાટીદાર સમિટ યોજાશે. જેની પ્રમાશનલ ઈવેન્ટનું ચતુર્થ ચરણ મોરબી જીલ્લામાં યોજાયુ હતુ. Efforts will be made for the development of every society by making Patidar Samaj a medium

મોરબીમાં ગ્લોબલ પાટીદાર સમિટ પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્‌ય્રીય મંત્રી પરસોતમ રૂપાલાના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતુ કે રાજકોટ ખાતેે ર૦ર૪ માં સરદાર ધામ દ્વારા જ ગ્લોબલ પાટીદાર એક્સપો થવાનો છે. તેના અનુસંધાને હાલ મોરબીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ે મોટી સંખ્યામાં સર્વે ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સરદાર ધામ ટ્રસ્ટીગણ પ્રમુખ સેેવક ગગજીભાઈ સુતરીયાનો ચોથો પ્રયાસ છે. ગગજીભાઈ પહેલાં પણ આ પ્રકારની ઈવેન્ટનું આયોજન કરવામાં કર્યુ છે. પાટીદાર સમાજને માધ્યમ બનાવીનેે પાટીદાર સમાજના ઉદ્યોગરત્નોને એકત્ર કરીને એક મંચ પૂરૂ પાડીને માત્ર પાટીદાર જ નહીં પરંતુ તમામ સમાજનો વિકાસ કરવો એ વિચાર ઉત્તમ છે.

સરદાર ધામ ટ્રસ્ટીગણના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ જણાવ્ય્‌ુ હતુ કે સરદાર ધામ દ્વારા યુવા શક્તિના વિકાસ માટે તથા યુવાનો દેશ અને દુનિય્‌ સાથે તાલ મિલાવવા વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે નવી નવી ઉંચાઈઓ સર કરી શકે, તેઓ નવી તકોને ઝડપી શકે એ માટે સમયાંતરેેે ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે.

સરદાર ધામનો ગ્લોબલ શબ્દ ટૂંક સમયમાં ચરિતાર્થ થશે. જ્યારે અમેરીકા ખાતેે આ પ્રકારની પાટીદાર સમિટનું આગામી સમયમાં આયોજન થશે.

તેમણે જણાવ્યુ હતુ કે આ પ્રમોશનલ શો માં મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો માટે સ્પધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ થાય તેે અંગે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને સરદાર ધામ વચ્ચે એમઓયુ થયા હતા. જીપીએસમાં સિરામીક ઉદ્યોગ માટે બેે ડોમ રાખવામાં આવશે.

જે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, ઉપરાંત સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, ગ્લોબલ પાટીદાર સમિટના કન્વીનર નિલેશભાઈ જેતપરીયા, ગોવિંભાઈ વરમોરા, જરામભાઈ વાંસજાણીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, આરએેસએસના પશ્ચિમ સરસંચાલક જ્યંતિભાઈ ભાડેસિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા ,

સિરામીક એસોસીએશન પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, શીશુ મંદિરના જ્યંતિભાઈ રાજકટીયા, બેચરભાઈ હાથી, મોરબી ચેમ્બર પ્રમુખ જ્યંતિભાઈ પટેેલ, સિરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા કે જી કુંડારીયા, સહિતના અનેકવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.