Western Times News

Gujarati News

IFL એન્ટરપ્રાઇઝે FY23 માં રૂ. 50.84 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો

• નાણાંકીય વર્ષ 2023 માં કુલ આવક રૂ. 646.22 લાખ હતી, જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 254.78 લાખથી 153% વધુ છે
• કંપનીએ 1:4 રેશિયોમાં પાત્ર શેરધારકોને 4.54 કરોડ બોનસ ઇક્વિટી શેર ફાળવ્યા

અમદાવાદ, પેપર અને સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત આઈએફએલ એન્ટરપ્રાઇઝ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023 માં વ્યવસાયિક કામગીરીની સફળતાપૂર્વક કાયાપલટ કરી છે. કંપનીએ FY23માં સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. 50.84 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો

IFL Enterprises Ltd successfully turnaround business operations, reports net profit of Rs. 50.84 lakh in FY23

જ્યારે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 21.30 લાખની ચોખ્ખી ખોટ હતી. નાણાંકીય વર્ષ 2023 માં કુલ આવક રૂ. 646.22 લાખ નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ 2022ના રૂ. 254.78 લાખની કુલ આવક થી 153% વધુ છે. કંપનીએ FY23માં રૂ. 70.75 લાખની એબિટા નોંધાવી હતી.

કોન્સોલિડેટેડ ધોરણે કંપનીએ FY23માં કુલ રૂ. 946.98 લાખની આવક, રૂ. 75.63 લાખની એબિટા અને રૂ. 51.81 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

કંપનીએ તાજેતરમાં કેન્યાની કંપની ફ્રેરિયાના હોલ્ડિંગ લિમિટેડ પાસેથી 8.16 મિલિયન યુએસ ડોલર (અંદાજે રૂ. 67 કરોડ) ના નિકાસ ઓર્ડર મેળવ્યા છે. આ ઓર્ડર કેન્યાની શાળાઓ માટે લેખન પુસ્તકો, પાઠ્યપુસ્તકો, બોન્ડ પેપર અને કોપીયર પેપરના સપ્લાય માટે છે. કંપનીએ વિદેશી ભાગીદાર સાથે જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી છે.

નિકાસ શિપમેન્ટ જૂન 2023 થી સુનિશ્ચિત થયેલ છે અને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કરારની સંમત શરતો અનુસાર ઓર્ડર 80% એડવાન્સ પેમેન્ટને આધીન છે, બાકી 20% ઓર્ડર ડિલિવરી પર ચૂકવાશે.

પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતા આઈએફએલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીએફઓ શ્રી ડોલર શાહે જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં પ્રવર્તી રહેલા પડકારજનક આર્થિક અને વ્યાપારી માહોલ વચ્ચે ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ વર્ષ દરમિયાન કંપનીનું પ્રદર્શન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે.

અમને વિશ્વાસ છે કે નાણાંકીય વર્ષ 23-24માં અમારી આવક, માર્જિન અને નફાકારકતાની વૃદ્ધિના આંકડામાં સુધારો થશે. અમારી વ્યૂહાત્મક વૃદ્ધિની પહેલ, ઉત્પાદન અને ભૌગોલિક વિસ્તરણ, ઓપરેશનલ કાર્યક્ષમતા આવનારા વર્ષોમાં ઝડપી વૃદ્ધિમાં ફાળો આપે તેવી શક્યતા છે. કંપની નજીકનાથી મધ્યમ ગાળામાં તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્ય બનાવે તે પ્રકારે વૃદ્ધિ વ્યૂહરચના અમલમાં મૂકવા માટે કામ કરી રહી છે.”

વર્ષ 2009 માં સ્થાપિત આઈએફએલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ એક અગ્રણી પેપર ટ્રેડિંગ કંપની છે. તે વૈવિધ્યસભર ઉત્પાદન શ્રેણી ઓફર કરે છે જેમાં તમામ પ્રકારની કાગળ સંબંધિત વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમ કે રાઇટિંગ પેપર, કોટેડ પેપર, A/4 પેપર, હાઇ બ્રાઇટ, કોપીયર પેપર, ડુપ્લેક્સ બોર્ડ, આર્ટ એન્ડ ક્રાફ્ટ પેપર, નોટબુક્સ વગેરે.

કંપનીએ 24 એપ્રિલ, 2023 ના રોજ યોજાયેલી તેની બોર્ડ મીટિંગમાં કંપનીના વર્તમાન શેરધારકોને ફુલ્લી પેઈડ બોનસ શેર્સ તરીકે રૂ. 1ના 4.54 કરોડ ઇક્વિટી શેર ફાળવ્યા છે. કંપનીએ 1:4 ગુણોત્તરમાં બોનસ ઇશ્યૂ જાહેર કર્યો હતો (ધારણ કરેલા દરેક ચાર ઇક્વિટી શેર માટે એક સંપૂર્ણ ચૂકવેલ ઇક્વિટી શેર) અને 1:10 રેશિયોમાં સ્ટોક વિભાજિત કર્યો હતો (રૂ. 10ના દરેક એવા ફેસ વેલ્યુવાળા એક ઈક્વિટી શેરના રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા 10 ઈક્વિટી શેરમાં).


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.