ભરૂચના નેશનલ હાઈવે ઉપર હેવી ક્રેન ભડકે બળી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આજરોજ વહેલી સવારે ભરૂચથી અંકલેશ્વર તરફ જઈ રહેલી ૧૬ પૈંડાની ૩૦૦ ટનની ક્ષમતા ધરાવતી જાયન્ટ ક્રેન મુલદ ટોલટેક્ષ નજીક એકાએક ભડકે બળવા લાગતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.તો આગના પગલે ટ્રાફિકજામ સર્જાતા પોલીસ પણ દોડી આવી હતી. A heavy crane caught fire on the National Highway in Bharuch
ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર આવેલા મુલદ ટોલટેક્ષ નજીક જ મહાકાય ક્રેનમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જાેત જાેતામાં આગ ભીષણ થતા બંને તરફનો હાઈવેનો વાહન વ્યવહાર થંભી ગયો હતો.
તો મદદ માટે આવી રહેલા ભરૂચ અને અંકલેશ્વરના ફાયર ફાઈટરો પણ ટ્રાફિકજામમાં અટવાયા હતા. ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જાેડતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આજે સવારના સુમારે મહાકાય ક્રેનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.
જાેત જાેતામાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત રાહદારીઓએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવવા રવાના થયા હતા.વડોદરા – સુરત તરફની બન્ને લેનમાં વાહનોની કતારો ખડકાઈ જતા આગગ્રસ્ત ક્રેન સુધી પહોંચવા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ચાર જેટલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેતા ટ્રાફિકજામ પણ હળવો થયો હતો.ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આગની ઘટનામાં સદ્દનસીબે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
જાેકે આગમાં ઈન્ડસ્ટ્રીયલ હેવી ક્રેન મોટા ભાગે બળીને ખાખ થઈ ગઈ હતી.૩૦૦ ટન વજન ક્ષમતા ધરાવતી ૨.૩૫ થી અઢી કરોડની જાયન્ટ ક્રેન જાેત જાેતામા કાટમાળ જેવી નજરે પડતી હતી.આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ બહાર આવ્યું ન હતું.