ગોતા-ગોધાવી કેનાલની સફાઈનું કામ ૧પ મી જૂન પહેલાં પૂર્ણ કરાશે
ચાંદલોડીયા, સાયન્સ સીટી અને મુમતપુરા સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ-વરસાદી પાણીના પ્રશ્નો ઉકેલાશે
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાઓ દ્વારા ચોમાસા દરમ્યાન શહેરીજનોને વરસાદના કારણે ઠેર ઠેર ભરાઈ જતા પાણી કે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી રાહત આપવાની દિશામાં સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. મ્યુનિસિપલ તંત્રના એક સતાવાર રીપોર્ટ મુજબ આ ચોમાસામાં શહેરની ૧૧પથી વધુ જગ્યાઓમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા છે.
જાે કે તંત્ર નીતનવા આયોજન-અખતરા થકી વરસાદી પાણી ભરાવાની સર્જાતી સમસ્યા સામે લોકોને રાહત આપવા જઈ રહ્યા હોઈ ખાસ કરીને ચાંદલોડીયા, સાયન્સ સીટી અને મુમતપુરાગામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો અને ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નનો ઝડપથી નિકાલ થઈ શકશે.
ઉપરાંત ગોતા- ગોધાવી કેનાલની સફાઈનું કામ હાથ ધરાયુ હોવાથી તેે ૧પ જૂન સુધીમાં પૂર્ણ કરાશે. રૂા.૧ર લાખના ખર્ચેે થઈ રહેલી કામગીરીથી આ કેનાલમાં ં પાણીનું સરળતાથી વહન થઈ શકશેે.
તંત્ર દ્વારા જાહેર કરાયેલી એક યાદી મુજબ આ ચોમાસામાં દક્ષિણ ઝોનના સૌથી વધુ ર૯ સ્થળોએ વરસાદી પાણી જમા થશે. પશ્ચિમ ઝોનમાં રપ, ઉતર-પશ્ચિમ ઝોનમાં ૧૩ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧ર જગ્યાએે વરસાદી પાણી ભરાવશે. મધ્ય ઝોનમાં સૌથી ઓછી આઠ જગ્યાએ વરસાદી પાણી જમા થવાની શક્યતા ખુદ સતાવાળાઓએે વ્યક્ત કરી છે.
આની સાથે ચાંદલોડીયા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાના નિરાકરણ માટે તંત્રએેે ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવવાનું કામ હાથ ધર લીધંુ છે. જેની પાછળ અંદાજે રૂા.૧૭,૦૩,કરોડ ખર્ચાઈ રહ્યા છે. સાયન્સ સીટી રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં નવી સ્ટ્રોમ લાઈન અને ડ્રેનેજ લાઈન નંખાઈ ગઈ છે.
અંદાજે રૂા.ર.૩૯ કરોડના ખર્ચે આ લાઈનો નંખાવાથી ગોતા વિસ્તારના સાયન્સ સીટી રોડ અને આજુબાજુના સ્થળોમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થઈ શકશે.
આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ-ઝોનમાંથી પસાર થતી જયદીપ ટાવરથી જીવરાજ મહેતા હોસ્પીટલ થઈ, વાસણા બસસ્ટેશન, શ્યામલ ચાર રસ્તાથી એપીએમસી માર્કેેટ, બલોલનગર ચાર રસ્તાથી ઈડબલ્યુએસ હરિઓમ હાઉસિંગ અને જીએેસટીરેલ્વે ક્રોસિંગથી બલોલનગર રેલ્વે લાઈનને સમાત્તર ટ્રન્ક મેઈન લાઈનંનુ રી-હેબિટેેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હોઈ ૮૦ ટકા કામ પૂર્ણ કરાયુ છે.
જેના કારણે આ તમામ રોડ પર ચોમાસા દરમ્યાન ડ્રેનેજ લાયનનું ભારણ ઓછુ થશે અને બેકડાઉનની સમસ્યા દૂર થશે. આ કામગીરી પાછળ રૂા.પર.૩ર કરોડ ખર્ચાઈ રહ્યા છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનના નવા સમાવેેશ થયેલા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ડ્રેનેજ અને સ્ટ્રોમ વૉટર લાઈન નાંખવાના કામ બાબતે પણ મ્યુનિસિપલ સતાવાળાઓ ગંભીર બન્યા હોઈ આ કામગીરી ચોમાસા પહેલાં પૂરી કરી લેવાશે. હાલમાં સન્ટોસા પાર્કથી સંદેશ તળાવ સુધી સ્ટ્રોમ વૉટર ડ્રેઈન નાંખવાની કામગીરી પૂરઝોશમાં ચાલી રહી છે.
જે ચોમાસા પહેલાં જ પૂર્ણ કરી દેવાશે. અને ચોમાસા વખતે મુમતપુરા ગામ, સેન્ટોસા પાર્ક વિસ્તારમાં વરસાદી પાણીનો ઝડપભેર નિકાલ થઈ શકશે. ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો ફટાફટ નિકાલ કરવા માટેે મ્યુનિસિપલ ઈજનેર, વિભાગેે ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન, પશ્ચિમ-ઝોનમાં ડ્રેનેજ લાઈનને ડીશિલ્ટીંગ કરવા લીધી છે.
જે હેઠળ કુલ ૧૮ હજાર મીટર પૈકી ૮પ૧૬.૧પ મીટર લંબાઈની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ કામ પાછળ રૂા.૮.૮૧ કરોડ ખર્ચવાના હોઈ ૬પ ટકા કામ પૂરૂ કરી દેવાયુ છે. જેના કારણે સાયન્સ સીટી રોડ, નમસ્તે સર્કલ પાસે, બોપલ-બીઆરટીએસ રોડ, હીરામણી સ્કુલથી ભાડજ સર્કલ, એસવી રીંગ રોોડ વિસ્તારમાં ડીશિલ્ટીંગની કામગીરીમાં ઝડપ આવવાની ચોમાસા વખતે વરસાદી પાણીનો શીઘ્રતાથી નિકાલ થઈ શકશે.