Western Times News

Gujarati News

દેશના આ બે શહેરોમાં અંડર વોટર ટ્રેનના પ્રોજેક્ટ શરુ થશે

કોલકાતાની અંડર વોટર મેટ્રો રેલ ર૦ર૩ના અંતમાં થશેઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માટે ટનલ અંડર વોટર ટ્રેનનો પ્લાન

(એજન્સી) અંડર વોટર ટ્રેન તેમજ અંડર વોટર ટર્નલ માંથી પસાર થનારી ટ્રેન વગેરે લોકોમાં વાઈબ્રન્ટ વેવ્ઝ ઉભા કરી રહ્યા છે. ભારતમાં અંડર વોટર સાથે સંકળાયેલા બે પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું છે. એક પ્રોજેકટ ર૦ર૩ના અંતમાં શરૂ થઈ જશે. જે કોલકતા ખાતે અંડર વોટર મેટ્રો ટ્રેનનો છે

જયારે બીજાે પ્રોજેકટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો છે જે ટ્રેન મુંબઈ ખાતે દરીયામાંથી અંડર વોટર ટર્નલમાંથી પસીાર થશે. પાણીમાં અંદરથી ટ્રેન પસાર થશે તે રોમાંચનો અનુભવ કરવા દરેકની હોંશ હોય તે સ્વાભાવિક છે.કોલકાતા ખાતે જે અંડર વોટર રેલ્વે સ્ટેશન બનવાના છે તે વિશ્વમાં નદીની અંદર સૌથી ઉડા હોવાનું કહેવાય છે.

ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રનશરૂ થઈ ગયું છે. જશે એમ મનાય છે પ. બંગાળની સરકાર આ પ્રોજેકટ વહેલો પતે તે માટે કેન્દ્ર સરકારને ફૂલો ટેકો આપી રહી છે. આ અંડર વોટર મેટ્રો ટ્રેન પશ્ચિમ કિનારાની હાવરા સ્ટેશન અને પૂર્વ કિનારાના હુગલીને જાેડશે.

સ્થાનિક લોકોને પણ નદીની અંદરનું કામ કેવી રીતે થાય છે તે જાેવા નથી મળતું. વિશ્વમાં અંડર વોટર જેટલા રેલ્વે સ્ટેશનો છે તેમાંથી સૌથી ઉડુ એટલે કે જમીનની સપાટીથી ૩૦ મીટર નીચે કોલકતાની અંડર વોટર મેટ્રો રેલનું સ્ટેશન હશે. જે ભારતની સિદ્ધિ ગણાશે. કોલકત્તાની અંડર વોટર મેટ્રો ટ્રેનની રૂટ પર ૧ર સ્ટેશનો હશે.

અમદાવાદ-મુંબઈ વચ્ચેના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે જે ભાગ દરિયાની ટર્નલમાંથી પસાર થવાનો છે તે ટર્નલ કુલ ર૧ કિલોમીટરની છે. જેમાં સાત કિલોમીટર દરિયાની અંદર ટર્નલનું બાંધકામ હશે. જે ભારતની પ્રથમ દરિયાઈ ટર્નલ હશે. આ ટર્નલ બનતાં પાંચ વર્ષ લાગશે. ટુંકમાં ર૦ર૮માં પ્રોજેકટ પુરો થઈ શકે છે. આ કામ માટે એફકોન નામની કંપનીના ટેન્ડરના ભાવ સૌથી ઓછા હોવાનું મનાય છે. બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્ષ ખાતે અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બંધાશે.

આ અગાઉ દિલ્હી ખાતે યમુના નદીની અંદર ટર્નલ બાંધવાનો પ્રોજેકટ વિચારાયો હતો પરંતુ તે અમલી બનાવી શકાય એમ નહોતો. દિલ્હી- મુંબઈ રેપીટ રેલ ટ્રાન્જીસ્ટ પ્રોજેકટ અમલમાં મુકાઈ શકે એમ નહોતો તેથી તે માટેની ટર્નલની વાત પણ પડતી મુકાઈ હતી. બ્રહ્મપુત્રામાંતો નદીની અંદરના માર્ગો બાબતે વાહનો અને ટ્રેનબંનેનારૂટ તૈયાર કરવાનું વિચારાયું હતું.

થાણે ક્રીક પાસે બંધાઈ રહેલી ટર્નલ ટુ વે માટે હશે. કન્સટ્રકશનનું જે પેકેજ છે તેમાં ૩૭ લોકેશન પર ૩૯ ઈક્વિપમેન્ટ રૂમ પણ ઉભા કરવાનો સમાવેશ થાય છે. જેનું સ્ટેશન શિલ્ફાટા ખાતે ૧૧૪ મીટર નીચે બંધાશે. ટર્નલનો ડાયામીટર ૧૩.૧ મીટર હશે. બુલેટ ટ્રેનનું પ૦ કિલો મીટરનું ટ્રાયલ રન ગુજરાતના ભાગમાં ર૦ર૬માં કરાશે એમ મનાય છે.

૧૯મી સદીમાં એક અંગ્રેજ એન્જીનીયરે અંડર વોટર ટર્નલ બાંધવાનો આઈડયા આપ્યો હતો. લંડન સ્થિત લંડન સબ-વે નેટવર્ક ખાતે કોલસો બનાવવા લઈ જવા માટે કરાયો હતો. સૌ પ્રથમ ટર્નલ ૧૮પપમાં લંડનના કિબલેશ વર્થ ખાતે બંધાઈ હતી. પહેલી અંડર વોટર રેલ્વે ટર્નલ ૩૯૬ મીટર લાંબી હતી અને નદીમાં ર૩ મીટરનીચે હતી. થેમ્સ રીવરમાં આ ટર્નલ હકીકતે તો ઘોડાના લાવવા લઈ જવા બંધાઈ હતી પરંતુ પછી તેનો રેલ્વે માટે ઉપયોગ થવા લાગ્યો હતો. જાે કે ત્યારબાદ અનેક દેશોએ લોકોનો સમય બચાવવા અંડર વોટર ટર્નલ શરૂ કરી હતી.

અંડર વોટર ટર્નલનો ઈતિહાસ ૧પ૦થી વધુ વર્ષ જૂનો છે. પહેલી ટર્નલ થેમ્સ નદીમાં બંધાઈ હતી તો બીજી ટર્નલ પ૭ કિલોમીટર લાંબી ઝુરીચ અનેમિલાન વચ્ચેની હતી. ત્રીજી ટર્નલ બે દેશને જાેડયા હતા. જે ૩૭ કિલોમીટર લાંબી ટર્નલ હતી અને તેણે યુરોપ અને ઈંગ્લેન્ડને જાેડયા હતા.

૧૯૮૮માં સોકીયન ટર્નલ જાપાનમાં બંધાઈ હતી તે ર૩ કિલોમીટર લાંબી અને દરિયાઈ સપાટીથી ૧૪૦ મીટર નીચે હતી. મેરમેરી ટર્નલ પુલવ અને પશ્ચિમ ઈસ્તમ્બુલને જાેડતી હતી. આપણે અહીં કોલકતા ખાતેની અને બુલેટ ટ્રેન માટે મુંબઈમાં બંધાનારી ટર્નલની વિગતો જાેઈ પણ વિશ્વની સૌથી લાંબી અંડર વોટર ટ્રેન મુંબઈ અને યુએઈ વચ્‌ બાંધવાનો આઈડયા ર૦૧૮માં યુએઈ ઈન્ડિયા કોન્કલેવમાં ચર્ચાયો હતો. જાે આ પ્રોજેકટ શરૂ થાય તો તે વિશ્વની સૌથી લાંબી અંડર વોટર ટ્રેનનો પ્રોજેકટ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.