સાઠંબા ગામે પાણીની મેઈન પાઈપ લાઈનમાં ભંગાણઃ ત્રણ દિવસથી પાણી વગર રહ્યા લોકો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે વર્ષો પહેલાં પીવાના પાણીની સમસ્યા હતી પરંતુ રાજ્ય સરકારની પીવાના પાણીની સમસ્યા દૂર કરવાની નીતિના ભાગરૂપે સાઠંબા ગામને પણ જૂથ પાણી પુરવઠા યોજના જે તે સમયના ધારાસભ્યના પ્રયત્નોના ફળ સ્વરૂપે ફાળવતાં સાઠંબા નગરની પાણીની સમસ્યા દૂર થઈ હતી
સાઠંબા નગરમાં જૂથ પાણી પુરવઠા યોજનાના ટાંકાથી સાઠંબા નગરમાં પાણી સપ્લાય કરતી મેઈન પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતાં સાઠંબા નગર છેલ્લા ત્રણ દિવસથી પાણી વગર ટળવળી રહ્યું છે સાઠંબાના ઇન્દિરા નગર વિસ્તારમાં એક પ્રાથમિક શાળાનું કામ ચાલી રહ્યું છે
તે શાળાના પાયા ખોદવા કે અન્ય કામ કરવા જેસીબી મશીન આવેલ જેસીબી મશીનના દબાણથી કે અન્ય કોઈ કારણસર સાઠંબા નગરમાં પાણી સપ્લાય કરતી મેઈન પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી સાઠંબાના નગરજનો પાણી વગર ટળવળી રહ્યાં છે
ગ્રામ પંચાયત સત્તાવાળાઓએ પાઇપલાઇનમાં પડેલા ભંગાણને રીપેર કરવા દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ આ વિશિષ્ટ પાઇપલાઇનમાં તેના જાેઈન્ટ અમદાવાદ સિવાય મળતા ના હોઈ જે અમદાવાદથી મંગાવેલ છે તેમ સાઠંબા ગ્રામ પંચાયતના તલાટી વી જે પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.