Western Times News

Gujarati News

ઇન્ડીયન નેવીની INS મોર્મુ ગાઓ બોટની પ્રતિકૃતિ મુખ્યમંત્રીને ભેટ અપાઈ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે-વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારતીય નૌ સેનાના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ શ્રી દિનેશ ત્રિપાઠીએ ગાંધીનગરમાં લીધી હતી.

તેઓ ફેબ્રુઆરી-ર૦ર૩માં આ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકે નિયુકત થયા છે. આ વેસ્ટર્ન નેવલ કમાન્ડના કાર્યક્ષેત્રમાં ગુજરાત ઉપરાંત મુંબઇ, મહારાષ્ટ્ર અને દીવ-દમણનો સમાવેશ થાય છે. A replica of Indian Navy’s INS Mormu Gao boat was gifted to the Chief Minister

વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ શ્રી દિનેશ ત્રિપાઠીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ પ્રથમ મુલાકાત દરમિયાન શુભેચ્છાના પ્રતિક રૂપે ઇન્ડીયન નેવીની આઇ.એન.એસ મોર્મુ ગાઓ બોટની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન આ સૌજ્ન્ય મુલાકાતમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.