Western Times News

Gujarati News

પરેશ રાવલે રાજકારણ કેમ છોડ્યું ??

પરેશ રાવલ અગાઉ લોકસભાની ચૂંટણીમાં જીત્યા હતા

રાવલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા મીડિયા કવરેજ અંગે તાજેતરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી

મુંબઈ, પરેશ રાવલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા મીડિયા કવરેજ અંગે તાજેતરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તે સમય દરમિયાન જે રીતે આ કેસને સતત ટીવી ચેનલો પર રજૂ કરવામાં આવ્યો હતો, તે તેમને બિલકુલ પસંદ નહોતું. સાથે જ તેમણે રાજકારણ છોડવા પાછળનું કારણ પણ વિગતવાર સમજાવ્યું.એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન પરેશ રાવલે જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન તેમણે સમાચાર ચેનલો જોવાનું લગભગ બંધ કરી દીધું હતું.

જ્યારે તેમને તેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતાં કહ્યું, “મારા બ્લડ પ્રેશરને કારણે.”ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ મીડિયામાં ચાલેલા સતત કવરેજનો ઉલ્લેખ થતાં પરેશ રાવલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “સુશાંત સિંહવાળું જે સર્કસ હતું, તે મને બિલકુલ પસંદ નહોતું.” તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ તે સમયની મીડિયા ટ્રાયલથી અસહમત હતા.વાતચીત દરમિયાન પરેશ રાવલે પોતાના રાજકીય જીવન અંગે પણ ખુલાસો કર્યાે હતો. તેઓ વર્ષ ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

જોકે, બાદમાં તેમણે સક્રિય રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો.તેમણે કહ્યું, “મેં રાજકારણ છોડ્યું કારણ કે એ મારું કામ નહોતું.” તેમના જણાવ્યા મુજબ, રાજકારણ એક અત્યંત જવાબદારીભર્યાે વ્યવસાય છે અને તેમાં સંપુર્ણ સમર્પણ જરૂરી છે. તેઓ મર્યાદિત હેતુ સાથે રાજકારણમાં જોડાયા હતા, પરંતુ બાદમાં સમજાયું કે તેમનું સાચું ક્ષેત્ર અભિનય જ છે.પરેશ રાવલે જણાવ્યું કે રાજકારણમાં રહીને લોકોને આપેલા દરેક વચન પૂરા કરવાનું શક્ય બનતું નહોતું. સિસ્ટમની મર્યાદાઓને કારણે તેઓ અનેક વખત લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી શકતા નહોતા.

તેમણે કહ્યું, “હું વારંવાર કહીશ કે કામ થઈ જશે, થઈ જશે… બે-ત્રણ વખત પછી હું ખોટું બોલવા લાગું. અંદરથી મને લાગવા લાગ્યું કે હું એક ખોટો માણસ બની રહ્યો છું.”તેમના મતે, જો તેઓ આ રીતે જીવતા રહ્યા હોત તો તેની અસર તેમના અભિનેતા તરીકેના વ્યક્તિત્વ અને કળા પર પણ પડી હોત. તેથી તેમણે રાજકારણ છોડીને ફરી સંપુર્ણ ધ્યાન અભિનય પર કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો.પરેશ રાવલે અંતે જણાવ્યું કે હવે વર્ષાેના અનુભવ બાદ તેમને પોતાના અભિનય પર વધુ વિશ્વાસ અને નિયંત્રણ મળ્યું છે. જો તેમની ફિલ્મોની વાત કરીએ તો તેઓ છેલ્લે ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.