યુવાનોમાં વધતા હાર્ટ એટેક ચિંતાનું કારણ -“ચેતવણીનાં સંકેતો”ને અવગણવા નહીં
Ahmedabad, હૃદય રોગ અને હાર્ટ એટેક સૌથી વધારે પ્રચલિત ગંભીર આરોગ્યની સ્થિતિઓ છે, જેને કારણે વિશ્વભરમાં લાખો લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. પરંપરાગત દ્રષ્ટિએ આ રોગો વધુ પુખ્ત વ્યક્તિઓ સાથે જોડાયેલા હતા, પરંતુ સમય સાથે હવે યુવાઓને પણ તેઓ પ્રભાવિત કરી રહ્યા છે તથા 20 કરતા થોડા વધારે વયનાં યુવાનોને તેની અસર થઇ રહી છે. આ ભારતીય અને દક્ષિણ એશિયાનાં રહેવાસીઓને સૌથી વધારે લાગુ પડે છે. Growing heart attack in youth cause for concern – Don’t ignore the “warning signs”.
“તાજેતરમાં જ થયેલા સંશોધન અનુસાર હૃદય રોગમાં દુનિયામાં જેટલા પીડિત વ્યક્તિઓ છે, તેમાંથી લગભગ 50-60 ટકા આપણા દેશમાં છે. અમુક સંશોધનોમાં જોવા મળ્યું છે કે છેલ્લા કેટલાંક વર્ષો તથા મહિનાઓમાં દેશભરની હોસ્પિટલોએ પોતાનાં ઇમર્જન્સી વોર્ડ્સમાં હાર્ટ એટેક્સનાં મામલાઓમાં 15 થી 20 ટકા વધારો નોંધ્યો છે.
હાર્ટ એટેક્સથી નોંધપાત્ર પ્રમાણમાં યુવાઓ પ્રભાવિત થઇ રહ્યાં છે તેમજ હૃદયનું બંધ પડી જવું તથા આકસ્મિક મૃત્યુ જેવા ગંભીર પરિણામો પણ મળ્યા છે,” ડૉ. અનિશ ચંદરાણા, સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ.
ભારતીય યુવાઓને વધારે જોખમ શા માટે છે?
કમનસીબે આપણા ભારતીયોમાં એથેરોસ્ક્લેરોસિસ વિકસિત થવાની જેનેટીક દ્રષ્ટિએ સંભાવના પશ્ચિમી જગત તથા જાપાનીઓની સરખામણીમાં ખૂબ જ નાની ઉંમરમાં જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, પણ આ રોગ ઝડપથી ફેલાય છે અને આ કારણે દુનિયાનાં અન્ય સમૂહોની સરખામણીએ ભારતીયોમાં 10-15 વર્ષ પહેલા જ હાર્ટ એટેક જોવા મળે છે.
આનાથી વિરુદ્ધ આનુવંશિક સ્થિતિને લાઇફસ્ટાઇલનાં કોટા નિર્ણયોથી પણ બળ મળે છે. ખાણીપીણીની ખરાબ આદતો તથા ખોટો સમય, વનસ્પતિ પર આધારિત સબઓપ્ટિમલ આહાર, અપર્યાપ્ત ઊંધ તથા ઊંધની ઓછી ગુણવત્તા, મોડી રાત સુધી કામ કરવું આ બધા જ પાસાઓને કારણે શરીરની જીવવિજ્ઞાની ઘડિયાળ સ્થિર થઇ જાય છે.
ઓછા ક્રિયાશીલ તથા યંત્રો પર આધાર રાખતી લાઇફસ્ટાઇલ, વ્યાયામ પ્રવૃત્તિઓ અને નિયમિત કસરતનો અભાવ, ઓછો માનસિક-સામાજિક સહકાર, તમાકુ તથા નશીલા પદાર્થોનું વધતુ જતુ સેવન, સ્વાસ્થ્ય માટે હાનિકારક આલ્કોહોલનું સેવન તથા કાર્ય-જીવનમાં સંતુલનની અછત એ આ જોખમનાં એવા મહત્વનાં પાસાઓ છે જોનાંથી ભારતીય યુવાઓમાં હૃદય રોગમાં નાટકીય રીતે વધારો થઇ રહ્યો છે.
“આનુવંશિક કારણોને લીધે સંભાવના છે કે જે પરિસ્થિતિને કારણે સાચી પડી જાય છે” – આ તેનું યોગ્ય વર્ણન છે. તાજેતરમાં જ ઘણી ઘટનાઓ તથા સંશોધનોમાં મળ્યું છે કે યોગ્ય તબીબી તપાસ વિના અને શરીરને અનુકૂળ કર્યા વિના કઠોર અને તીવ્ર પ્રકારની કસરતો હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. તથા અચાનક હૃદય ક્રિયા બંધ પડી શકે છે. જે લોકો નિયમિત રૂપે વ્યાયામ કરવાથી ટેવાયેલા નથી કે જેમને હૃદયમાં નિદાન ન થઇ હોય એવી નબળી આરોગ્યની સ્થિતિ છે, તેમનાં માટે આ વધારે લાગુ પડે છે.
યુવાઓમાં ક્યા કારણોસર હૃદય રોગ તથા હાર્ટ એટેક જોવા મળે છે?
સ્થિર હૃદય રોગ વિષેશ રૂપે એથેરોસ્ક્લેરોસિસથી થાય છે. આ એવી સ્થિતિ છે જેમાં પ્લાકમાંથી ગાંઠો બની જાય છે. પ્લાકમાં કોલેસ્ટ્રોલ, ફેટ અને અન્ટ ઘટકો હોય છે જો સમય સાથે એકત્રિત થઇ જાય છે અને ઘમનિઓને સંકોચે છે તથા હૃદયને મળતા લોહીનાં પ્રવાહમાં બાધા આવે છે, જેથી છાતિમાં દુ:ખાવો, ડિસ્પેના તથા અન્ય લક્ષણોનો અનુભવ થાય છે.
જ્યારે અચાનક લોહીની ગાંઠ બનવાને કારણે એથેરોસ્ક્લેરોસિસની પ્રક્રિયા જટિલ થઇ થાય છે, તે ધમનીને સંપૂર્ણપણે અવરોધિત પણ કરી શકે છે. હૃદયનાં એક હિસ્સાને અચાનક લોહી મળવાનું અટકી જતા હાર્ટ એટેક આવે છે.
યુવાઓમાં એથેરોસ્ક્લેરોસિસ તથા હૃદય રોગનાં જોખમ પાછળ ધણાં કારણો હોઇ શકે છે તથા તેમાં હાઇ બીપી, ખરાબ કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ તથા સારા કોલેસ્ટ્રોલનું નીચું પ્રમાણ, ધુમ્રપાન, સ્થુળતા, ડાયાબિટીસ, સમય પહેલા હૃદય રોગનો પારિવારિક ઇતિહાસ તથા આ લેખની શરૂઆતમાં આપવામાં આવેલા લાઇફસ્ટાઇલ અને વર્તન સાથે જોડાયેલ જોખમી ક્રિયાઓ પણ સામેલ છે.
નિવારણ તથા ઉપચાર
હૃદય રોગ તથા હાર્ટ એટેકનાં પ્રતિબંધ માટે યુવાઓએ સમજવું જોઇએ કે આ ખતરનાક રોગ માટે કોઇ “સમય સીમારેખા” કે “સુરક્ષિત ઉંમર” નથી. 18 વર્ષની ઉંમરથી કે તેનાંથી પણ ઓછી ઉંમરથી દરેકે નિયમિત રૂપે સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઇએ. ઉપર જણાવવામાં આવેલા જોખમોનાં પરિબળો વિષે તેમને જાણકારી હોવી જોઇએ. જોખમનાં પરિબળોમાં સુધારા કરવા માટે જોમણે જોખમ શું છે તથા કેટલા પ્રમાણમાં છે જે સમજવું જરૂરી છે.
હૃદય રોગને ટાળવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું વજનને સ્વસ્થ રાખવું છે. વધારે વજન કે સ્થૂળ હોવાથી હાઇ બીપી, વધારે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે અને આ બધા જ હૃદય રોગનાં જોખમનાં મુખ્ય પરિબળો છે.
હૃદય રોગને ટાળવા માટે સ્વસ્થ વનસ્પતિ આધારિત આહાર તથા નિયમિત વ્યાયામ અત્યંત મહત્વપૂર્ણ છે. આમ કરવાથી વજન યોગ્ય રહે છે, લોહીનો પ્રવાહ જળવાઇ રહે છે, કોલેસ્ટ્રોલ ઘટે છે અને એકંદર કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્ય સુધરે છે.
હૃદય રોગને અટકાવવા માટે તણાવનું પ્રબંધન તથા તેની સાથે તાલમેલ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. લાંબા સમયનાં રોગોને કારણે રક્તનો પ્રવાહ અને હૃદયનાં ધબકારા વધી જાય છે તથા આ કારણે ધમનિઓને નુકસાન થઇ શકે છે.
તણાવને દૂર કરવા માટે સ્વાસ્થ્યપ્રદ રીતો શોધવી જોઈએ જેમ કે ધ્યાન, પ્રાણાયામ, યોગ, ઊંડા શ્વાસ લેવાની કસરત, સ્મિત વગેરે તેમજ સંગીત, બગીચામાં કામ કરવાની પણ સારી આદતો હોવી જોઈએ. આ હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
જો વ્યક્તિએ હૃદય રોગના જોખમને લગતા કોઇપણ લક્ષણોનું નિદાન થઇ જાય છે જેવા કે હાઇ બીપી, ડાયાબિટીસ કે હાઇ કોલેસ્ટ્રોલ કે હૃદય રોગની સ્થિતિ પ્રમાણિત થઇ તાય છે, તો તેમને તેમના આરોગ્ય સંભાળ પ્રદાતાઓ દ્વારા સારવાર, લાઇફસ્ટાઇલમાં ફેરફાર વગેરે વિશે સૂચનાઓ આપવી જોઈએ
અને તે સ્થિતિ પર સારવાર અથવા સર્જરી માટે કેટલીક મહત્વપૂર્ણ સંબંધિત તપાસ કરવી જોઈએ. યુવાઓએ પણ તે ગંભીરતાથી લેવું જોઇએ તથા બીપી, શુગર તથા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે નિયમિત રૂપે દવાઓ પણ લેવી જોઇએ. જ્યારે યોગ્ય ડૉક્ટર ધ્યાન આપીને કોઇ દવા જીવનભર માટે જણાવે છે,
તો તેને અપનાવવા માટે અસત્ય તથા માનસિક અવરોધોને દૂર કરવા જોઇએ. આંશિક અથવા સંપૂર્ણ રીતે અવરોધિત ધમનીઓને ખોલવા માટે તથા હૃદયને લોહીનાં પ્રવાહમાં સુધારા માટે કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરીનું દિશાસુચન કરી શકાય છે. વિષેશ રૂપે જ્યારે તણાવની તપાસનાં પરિણામ આવ્યા હોય અથવા હાર્ટ એટેક આવ્યો હોય.
“ચેતવણીનાં સંકેતો”ને અવગણવા નહીં
હૃદય રોગ તથા હાર્ટ એટેકની ચેતવણી આપનાર સંકેતોને ઓળખવા જરૂરી છે. આ લક્ષણોમાં છાતિમાં દુ:ખાવો અથવા અસ્વસ્થતા, શ્વાસમાં તકલીફ, પરસેવો થવો, માથામાં દુ:ખાવો કે ઉલ્ટી, માથું હલ્કું લાગવું તથા જડબા, ડોક, હાથ, પીઠ કે પેટમાં દુ:ખાવો કે તકલીફ થાય છે.
જો કોઇને આમાંનાં કોઇપણ લક્ષણ જોવા મળે છે, તો તત્કાળ રૂપથી તબીબી સહાસતા લેવી જોઇએ. હવે એવા નિયમો બન્યા છે જેમાં ઇસીજી, રક્તની તપાસ, ઇકોકાર્ડિઓગ્રામ અને કાર્ડિયાક સીટી સ્કેન જેવી તપાસ કરવામાં આવે છે જેથી આકસ્મિક સ્થિતિમાં હાર્ટ એટેકની સારવાર થઇ શકે કે કોઇ અન્ય સમસ્યા છે એ જાણી શકાય.
યુવાઓએ સક્રિયપણે પોતાનાં સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવું જોઈએ અને હૃદય રોગ સાથે સંકળાયેલા જોખમી પરિબળોને ઘટાડવા જોઈએ જેથી કરીને તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે. યોગ્ય વ્યવસ્થાપન અને શરૂઆતમાં મદદથી લોકોના જીવન બચાવી શકાય છે અને દેશના સંસાધનો અને સંપત્તિને કોઈ નુકસાન થતું નથી.