Western Times News

Gujarati News

ખતરનાક રૂપ લઈ ચુક્યું છે વાવાઝોડું બંગાળમાં NDRFની આઠ ટીમ તૈનાત

નવી દિલ્હી, Cyclone Mocha ધીરે ધીરે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે તે ગંભીર સ્વરૂપ ધારણ કરવા માટે તૈયાર છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પણ આ માટે તૈયારીઓ કરવામાં આવી છે. severe cyclone storm mocha

નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. એક ટિ્‌વટમાં, હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “ચક્રવાત મોચા ૧૨મી મે ૨૦૨૩ના રોજ પોર્ટ બ્લેરથી લગભગ ૫૨૦ કિમી પશ્ચિમ ઉત્તરમાં દક્ષિણપૂર્વ સંલગ્ન મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રિત છે.” ચક્રવાત મોચા રવિવારે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર દસ્તક આપી શકે છે.

૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાેરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. NDRFની ૨જી બટાલિયનના કમાન્ડન્ટ ગુરમિન્દર સિંહે કહ્યું છે કે ચક્રવાત મોચા ૧૨ મેના રોજ ગંભીર તોફાનમાં અને ૧૪ મેના રોજ અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તે જ સમયે, ભુવનેશ્વરમાં IMDના વરિષ્ઠ અધિકારી સંજીવ દ્વિવેદીએ આગાહી કરી છે કે ૧૨ મેની સાંજે, તે મધ્ય બંગાળની ખાડી પર ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.

હવામાનની સ્થિતિની વાત કરીએ તો તેની અસર પૂર્વોત્તરના રાજ્યોમાં જાેવા મળશે. શનિવારે (૧૩ મે) ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે (૧૪ મે) નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, દ્ગડ્ઢઇહ્લએ ૮ ટીમો તૈનાત કરી છે, જ્યારે ૨૦૦ બચાવકર્તાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ ૧૦૦ બચાવકર્તાઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

IMDએ માછીમારો, જહાજાે, બોટ અને ટ્રોલર્સને રવિવાર સુધી મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી, ઉત્તર આંદામાન સમુદ્રમાં સાહસ ન કરવા જણાવ્યું છે. ઉપરાંત, બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં જતા લોકોને દરિયાકિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

અગાઉ, ભારતીય કોસ્ટ ગાર્ડે પણ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપતા ચેતવણી જારી કરી હતી. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં હાલમાં મોચા વાવાઝોડાને લઇને લોકો અને તંત્ર ચિંતિત છે, ત્યાં તો વધુ એક વાવાઝોડુ, એટલે કે અરબ સાગરમાં વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે.

આ વાવાઝોડું વિવિધ મૉડેલોમાં ઓમાન કે અરબ દેશો તરફી રહેવાનો અંદાજ વધુ દેખાઇ રહ્યો છે. આ વાવાઝોડુ જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ હશે તે સમયે આ વાવાઝોડુ ઉદભવી શકે છે.

અરબ સાગરમાં ઉદભવશે તેનું નામ ‘બીપર જય’ વાવાઝોડુ હશે, આ વાવાઝોડાનું નામકરણ બાંગ્લાદેશ દ્વારા થયેલું છે. બાંગ્લાદેશે આનુ નામ Biparjay – બીપર જય રાખ્યુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.