Western Times News

Gujarati News

અરૂણાચલના મુખ્યમંત્રી સહિત આદિજાતિ સમુદાયના પ્રતિનિધિ મંડળનું સન્માન

આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફળતાનાં સૂત્રને અરૂણાચલ પ્રદેશમાં અમલીકૃત કરીશું ઃ- પેમા ખાંડુ, મુખ્યમંત્રી અરૂણાચલ પ્રદેશ

(માહિતી) રાજપીપલા, સરદાર સાહેબની વિશ્વની સૌથી ભવ્ય પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના સાનિધ્યમાં ટેન્ટસીટી-૨ ખાતે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુ, કેબિનેટના વરિષ્ઠ મંત્રીશ્રીઓ તથા આદિજાતિ સમુદાયના પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત ટુરિઝમના વિકાસ મોડેલ

અને તેની સફળતાથી રૂબરૂ થવાના ઉમદા આશય સાથે બેઠક યોજાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટૂંકાગાળામાં વૈશ્વિક સ્તરે મેળવેલી ખ્યાતિ અને રોજગારી થકી સ્થાનિક આદિવાસી લોકોના સર્વાંગી વિકાસ અંગે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુની ૨૬ મુખ્ય આદિજાતિ સમુદાયના પ્રતિનિધિઓ સાથેની આ એક્સપોઝર વિઝિટના આયોજન બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ટૂંક સમયમાં નિર્માણ અને સ્થાનિક આદિવાસી લોકોને ઉપલબ્ધ થયેલ રોજગાર અંગે માહિતગાર થયા છીએ.

ગુજરાત ટુરિઝમ, રૂરલ ટુરિઝમ, ટુરિઝમ હેરિટેજ સહિત ગુજરાતને ટુરિઝમ ક્ષેત્રે મળી રહેલ સફળતા અને ઉભી થયેલ રોજગારની તકથી પરિચિત થયા બાદ અમને સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા અરુણાચલ પ્રદેશમાં આવા ઇનોવેટિવ અને સફળ મોડેલને અમલીકૃત કરીને સમુદાયના લોકો માટે તકો ઉભી કરીને આગળ વધવામાં મદદરૂપ નિવડશે.

આ પ્રસંગે ર્જીેંછડ્ઢ્‌ય્છ ના સીઈઓશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક આદિવાસી લોકોને વિવિધ ભાષાકીય તાલીમ આપીને ગાઈડ સ્વરૂપે તેમજ (ઇલેક્ટ્રિક ઓટો) પિંક ઓટો થકી સ્થાનિક મહિલાઓ માટે રોજગારની તક ઉભી કરીને તેમના જીવનશૈલીમાં ઉત્તરોત્તર સુધારો લાવવામાં સફળતા મળી છે.

અહીં સખીમંડળની બહેનો માટે પણ રોજગારની તકો ઉભી થઈ છે. સીઈઓશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, અમે આદિજાતિ વિકાસના સિદ્ધાંત સાથે આગળ વધી રહ્યા છે. આજે કેન્ટીન “એકતા થાળી” સહિત મેકડોનાલ્ડ જેવી મોટી બ્રાન્ડમાં પણ સ્થાનિક બહેનો કુશળતાપૂર્વક કામ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.