દેશભક્ત હોવા બદલ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે: સમીર વાનખેડે
વાનખેેડે સામે આરોપ છે કે, તેમને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાન પાસેથી ૨૫ કરોડની લાંચ માગી હતી
મુંબઈ, CBI દ્વારા NCB મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ભષ્ટ્રચારની ફરિયાદ નોંધવામાં આવી છે. સમીર વાનખેડે પર આરોપ છે કે, તેમણે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાન પાસેથી ૨૫ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી અને ૨૫ લાખ રૂપિયા લાંચ પેટે સ્વિકારી પણ લીધા હતા.
ત્યારે CBIએ ભષ્ટ્રચારની ફરિયાદ નોંધતા સમીર વાનખેડેનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યુ છે કે, તેમને દેશભક્ત હોવા બદલ આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેનું આ નિવેદન શુક્રવારે તેમના નિવાસસ્થાન અને અન્ય જગ્યાઓ પર પાડવામાં આવેલા દરોડાઓના જવાબમાં આવ્યું છે.
તેણે આરોપ લગાવ્યો છે કે ગત દિવસે સીબીઆઈના ૧૮ અધિકારીઓએ તેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેની પત્ની અને બાળકો તેના ઘરે હાજર હતા.
સમીર વાનખેડેએ વધુમાં દાવો કર્યો હતો કે CBI અધિકારીઓએ તેમની પત્ની ક્રાંતિ રેડકરનો ફોન પણ કબજે કર્યો હતો. આ ઉપરાંત, સીબીઆઈએ તેની બહેન યાસ્મીન વાનખેડેના ઘરેથી ૨૮,૦૦૦ રૂપિયા અને તેના પિતા જ્ઞાનેશ્વર વાનખેડેના ઘરેથી ૨૮,૦૦૦ રૂપિયા રિકવર કર્યા છે. આ સિવાય વાનખેડે સમીરના સસરાના ઘરેથી ૧૮૦૦ રૂપિયા પણ મળી આવ્યા છે.
સીબીઆઈના દરોડા અને તેમની સામે લાગેલાતમામ આરોપો વાનખેડેએ કહ્યું, “મને દેશભક્ત હોવાનો ઈનામ આપવામાં આવી રહ્યુ છે, ગઈકાલે સીબીઆઈના ૧૮ અધિકારીઓએ મારા નિવાસસ્થાને દરોડા પાડ્યા અને ૧૨ કલાકથી વધુ સમય સુધી તેમણે તપાસ કરી. તેમને ૨૩ હજાર રૂપિયા અને ચાર મિલકતોના કાગળો મળી આવ્યા. હું સેવામાં જાેડાયો તે પહેલા આ મિલકતો મારી હતી.
ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે અને આર્યન ખાન ડ્રગ્સ કેસ સાથે જાેડાયેલા અન્ય ત્રણ સામે કથિત ભ્રષ્ટાચારના કેસને પગલે CBIએ શુક્રવારે દેશભરમાં ૨૯ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. CBIએ આર્યન ખાન ડ્રગ્સ કેસ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં મુંબઈ ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને અન્ય ત્રણ સામે કેસ નોંધ્યો છે.
એજન્સીએ મુંબઈ, દિલ્હી, રાંચી અને કાનપુરમાં ૨૯ સ્થળોએ દરોડા પાડ્યા છે. મહત્વનું છે કે, વાનખેડેએ કોર્ડેલિયા ક્રુઝ પર દરોડા પાડ્યા હતા અને કથિત ડ્રગ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી.ો