Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કોંગ્રેસે ભાજપ પાસેથી 53 બેઠકો છીનવી લીધી જ્યારે પોતાની 59 બેઠકો જાળવી રાખી

કર્ણાટકના 2023ની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી 16 બેઠકો છીનવી અને 43 જાળવી રાખી

સિદ્ધારમૈયા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે

બેંગલુરુ,  કોંગ્રેસને કર્ણાટકમાં બહુમત મળ્યા બાદ હવે સીએમનો તાજ કોના શિરે પહેરાવવો એ એક મોટો પ્રશ્ન છે. ત્યારે આ મુદ્દાને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે.

કર્ણાટકમાં ૧૮મી મે ના રોજ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ

એવામાં સીએમ નક્કી કરતા પહેલાં શપથ ગ્રહણની તારીખ નક્કી કરી લેવામાં આવી છે. આગામી ૧૮ મે ના રોજ કર્ણાટકના મુખ્યમંંત્રી સહિત નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો ત્યારથી જ મુખ્યમંત્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૧૮ મેના રોજ યોજાશે.

સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ મોકલવામાં આવશે. જાે કે હાલમાં કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીની ચૂંટણીનો છે. પાર્ટીના નિવેદન અનુસાર, કર્ણાટકમાં આગામી સીએમ કોણ હશે તેનો ર્નિણય સુપરવાઈઝર તમામ ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ જ લેવામાં આવશે.

એવી ધારણા છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં સીએમના નામ પર મહોર મારી શકે છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે કહ્યું કે મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે.

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમારે રવિવારે કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર લિંગાયત સમુદાયના ધાર્મિક કેન્દ્ર તુમકુર સ્થિત સિદ્ધગંગા મઠની મુલાકાત લીધા બાદ આ નિવેદન આપ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers