Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુવતી ખૂંખાર મગર સાથે પાણીમાં કરી રહી છે મસ્તી

નવી દિલ્હી, મગરને પાણીનો રાજા કહેવાય છે. પાણીમાં રહીને એક મગર એટલો ખતરનાક થઈ જાય છે કે, સિંહનો શિકાર કરવો પણ તેના માટે કોઈ મોટી વાત નથી. મગરની તાકત અને ખૂંખાર હોવાની સ્થિતી એ છે કે, સિંહ, ચિત્તા, વાધ જેવા ખતરનાક શિકારી પણ મગરથી ડરીને રહે છે.

કારણ કે જાે મગર પાણીમાં છે, તો સિંહનો શિકાર પણ સરળતાથી કરી લે છે. ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા પર એક બાહોશ છોકરીનો વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે.

જે પાણીમાં મગર સાથે બિકિની પહેરીને તરી રહી છે, જાણ કે તેનો પાક્કો દોસ્ત હોય. ઈંસ્ટાગ્રામ પર અકાઉન્ટ gatorboys_chris પર એક એવો વીડિયો શેર કર્યો છે કે જેમાં બિકિની ગર્લ ખતરનાક મગરની સાથે પાણીમાં ડૂબકી મારતી દેખાઈ રહી છે. પાણીના ઊંડાણમાં તે શિકારી સાથે એવી રીતે તરી રહી હતી, જાણે તેને જરાં પણ ડર ન હોય. મગર પણ છોકરીને નુકસાન પહોંચવા માગતો નથી. ચોંકાવનારો આ વીડિયો ૩ લાખથી વધારે લાઈક્સ મળી ચુક્યા છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી અને મગર એક સાથે પાણીમાં તરતી દેખાઈ રહી છે. સાથે જ તેની સાથે તે ડૂબકી મારી રહી છે, સાથે ખતરનાક જાનવર પણ તેની સાથે ડૂબકી મારતો દેખાઈ રહ્યો છે.

ખૂંખાર મગર સાથે આવી રીતે બિંદાસ્તપણે ડૂબકી મારતી જાેઈ લોકો ચોંકી ગયા છે. વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, આ નજારો હોમસ્ટેડ, ફ્લોરિડાનો છે. જ્યાં એવરગ્લેડ્‌સ આઉટપોસ્ટ વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂમાં આવી રીતે સુરક્ષિત રીતે કરવામાં આવે છે. આ કોઈ પણ કૌશલ સ્તરના લોકો માટે છે.

ગેટર્સથી અલગ મહેમાનો માટે એક સુરક્ષા વાડ છે. વીડિયોમાં મગરની સાથે તરતી છોકરી એક ટ્રેનર છે, જે રેસ્ક્યૂ કરીને લાવેલા આ શિકારીને ટ્રેંડ કરી રહી છે. એટલા માટે તે આટલી સહજ છે. તેમ છતાં પણ ઘણા લોકો છોકરીની બહાદુરી જાેઈને ચોંકી ગયા છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers