અદા શર્માની ફિલ્મે ૯ દિવસમાં ૧૦૮ કરોડનું કલેક્શન કર્યું છે
મુંબઈ, વિપુલ શાહ નિર્મિત ધ કેરાલા સ્ટોરી શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી હતી અને મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. પરંતુ તમામ હોબાળા વચ્ચે ‘ધ કેરાલા સ્ટોરી’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી.
જે રીતે તેના શો હાઉસફુલ ચાલી રહ્યા છે તે જાેઈને માનવામાં આવી રહ્યું છે કે અદા શર્માની આ ફિલ્મ ટૂંક સમયમાં મોટા આંકડાને સ્પર્શ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ તેનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે.
અદા શર્મા સ્ટારર આ ફિલ્મ The Kerala Story થિયેટર્સમાં તારીખ ૫ મે, ૨૦૨૩ના દિવસે રિલીઝ થઈ છે. રિલીઝના ૯મા દિવસે એટલે કે શનિવારે ‘ધ કેરાલા સ્ટોરી’એ રૂપિયા ૧૦૦ કરોડની ક્લબમાં ભવ્ય એન્ટ્રી કરીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. નાના બજેટની આ ફિલ્મ પર ભલે ગમે તેટલો વિવાદ થયો હોય, પરંતુ તેની કમાણી આસમાનને સ્પર્શી રહી છે.
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ તેની કમાણી ૧૦૦ કરોડને પાર કરીને બ્લોકબસ્ટર ફિલ્મ બની છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, જ્યાં ફિલ્મે શુક્રવારે ૧૧.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, હવે ૯માં દિવસે તેની કમાણી વધીને ૧૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
એટલે કે અદા શર્માની ફિલ્મે ૯ દિવસમાં કુલ ૧૦૮ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વિપુલ શાહની ‘ધ કેરાલા સ્ટોરી’ જે ઝડપે કમાણી કરી રહી છે તે જાેતા આગામી સપ્તાહમાં તે ૧૫૦ કરોડના આંકડાને સ્પર્શી શકે છે. તમને જણાવી દઈએ કે ધ કેરાલા સ્ટોરીની જેમ ગયા વર્ષે અનુપમ ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સએ પણ ધૂમ મચાવી હતી. ફિલ્મ ધ કેરાલા સ્ટોરીમાં અદા શર્મા લીડ રોલમાં છે. તેમાં તે છોકરીઓની કહાણી દર્શાવવામાં આવી છે જેઓ ઈસ્લામિક જેહાદની જાળમાં ફસાઈને આઈએસઆઈએસની આતંકી બને છે.
કેરળમાં છોકરીઓનું કેવી રીતે ધર્માંતરણ થાય છે. કેવી રીતે હિંદુ પરિવારની શાલિની ફાતિમા બને છે. તેની દર્દનાક કહાણી દેખાડવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક સુદિપ્તો સેને જણાવ્યું હતું કે, તેમણે આ વિષય પર ૭ વર્ષ સુધી રિસર્ચ કર્યું છે.
ઉપરાંત તેમની પાસે ૧૦૦ કલાકથી પણ વધુની ટેસ્ટિમોની છે. જ્યારે હજારો પેજના ડોક્યુમેન્ટ પણ છે, જેને તેમણે આખી દુનિયામાંથી મેળવ્યા છે. કોન્ટ્રોવર્સીના કારણે મેકર્સે ફિલ્મના ટ્રેલરમાં પણ ફેરફાર કરવો પડ્યો. જાેવા જઈએ તો સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવી ફિલ્મમેકર્સને હંમેશાં આકર્ષિત કરે છે, પરંતુ જ્યારે મેકર કોઈ સત્ય ઘટનાને પડદા પર ઉતારે છે ત્યારે તેની જવાબદારી વધી જાય છે.SS1MS