કોલંબિયા બિઝનેસ સ્કૂલ પબ્લિશિંગે “What I Learned About Investing from Darwin” બહાર પાડ્યું
કોલંબિયા બિઝનેસ સ્કૂલ પબ્લિશિંગે નાલંદા કેપિટલના સ્થાપક પુલક પ્રસાદનું પહેલું પુસ્તક What I Learned About Investing from Darwin બહાર પાડ્યું
મુંબઈ, 15 મે, 2023: કોલંબિયા યુનિવર્સિટી પ્રેસની છાપ ધરાવતી કોલંબિયા બિઝનેસ સ્કૂલ પબ્લિશિંગે સિંગાપોર સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ નાલંદા કેપિટલના સ્થાપક પુલક પ્રસાદના પ્રથમ પુસ્તક What I Learned About Investing from Darwin રિલિઝ કરવાની જાહેરાત કરી છે. પુસ્તક અણધાર્યા સ્ત્રોત – ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાનના આધારે ધૈર્યપૂર્ણ લાંબા ગાળાના રોકાણની ફિલસૂફી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
What I Learned About Investing from Darwinની કિન્ડલ એડિશન પહેલેથી જ Amazon.in પર ઉપલબ્ધ છે અને 328-પાનાંનું પેપરબેક વર્ઝનનું 16 મે, 2023 થી વેચાણ શરૂ થશે. જોકે, ગ્રાહકો એમેઝોન પરથી પહેલેથી ઓર્ડર આપી શકે છે. આ પુસ્તક ભારતમાં પ્રી-સેલ્સ કેટેગરીમાં બેસ્ટ સેલરની યાદીમાં પહેલાંથી જ સ્થાન મેળવી ચૂક્યું છે.
What I Learned About Investing from Darwinમાં, પુલક લાંબા ગાળાના લાભ માટે તેમના પ્રતિસાહજિક સિદ્ધાંતોની રૂપરેખા આપે છે અને રોકાણના ત્રણ મંત્રો આપે છે: મોટા જોખમો ટાળો; વાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તા ખરીદો;
અને આળસુ ન બનો – ખૂબ આળસુ બનો. તે એવી વ્યૂહરચના માટે પ્રેરક કેસ કરે છે જે મોટાભાગની રોકાણની તકોને નકારી કાઢે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યવસાયોની કાયમી માલિકીની હિમાયત કરે છે.
પુલક પ્રસાદ, જેઓ મે 2007માં પોતાની કંપની શરૂ કરતા પહેલા વોરબર્ગ પિંકસ અને મેકકિન્ઝી સાથે સંકળાયેલા હતા, તેમણે જણાવ્યું હતું કે, “રોકાણની પૃષ્ઠભૂમિમાંથી આવતા વ્યક્તિ તરીકે, હું હંમેશા ઉત્ક્રાંતિના ડાર્વિનિયન સિદ્ધાંતથી આકર્ષિત હતો.
આ પુસ્તક દ્વારા, મેં મુખ્ય ડાર્વિનિયન ખ્યાલોમાંથી શીખેલા મારા પાઠ વહેંચ્યા છે અને સારા અને ખરાબ રોકાણના નિર્ણયોની વાર્તાઓ સાથે સ્વાભાવિક વિશ્વના ઉદાહરણોનું મિશ્રણ કર્યું છે.
હું આશા રાખું છું કે What I Learned About Investing from Darwin દર્શાવે છે કે ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન શા માટે ફંડ મેનેજરોને તેમની કુશળતામાં વધુ સારી રીતે મદદ કરી શકે છે.”
એપ્રિલમાં યુ.એસ.માં તેનું પ્રકાશન થયું ત્યારથી, પુસ્તકને ઉત્સુક વાચકો અને રોકાણ સમુદાય તરફથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે, અને તે પહેલેથી જ બેસ્ટ સેલર છે.
What I Learned About Investing from Darwin અને તેના લેખક પુલક પ્રસાદ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને https://www.pulakprasad.com/ ની મુલાકાત લો.