બે સિક્યુરિટી ગાર્ડ કારીગર સાથે કંપનીમાં થયેલી ચોરીમાં જવાબદાર
અંકલેશ્વર, અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીમાં રૂા.૧.૮૯ લાખના રો-મટિરિયલની થયેલ ચોરીમાં જીઆઈડીસી પોલીસે કંપનીના કામદાર અને બે સિકયુરિટી ગાર્ડ સાથે ચોરી થયેલ સામાન ખરીદનાર ભંગારીયાની ધરપકડ કરી રૂા.૧.૮૯ લાખ ઉપરાંતના રો-મટીરિયલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફાઈવબ્રોસ ફોર્જીસ કંપની પાઈપ જાેઈન્ટ કરવા માટે પ્લેનજીસ બનાવે છે. કંપનીના યાર્ડમાં મુકવામાં આવેલ રો-મટીરીયલ ઓછું થયા હોવાની શંકાએ સિકયુરિટી ગાર્ડ દ્વારા કંપનીમાં મુકવામાં આવેલ સીસીટીવી કેમેરાના કુટેજ ચેક કરતા કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતો
અને હાંસોટ તાલુકાના ઈલાવ ગામના યોગેશ બાબુભાઈ લાડ આ સર-સામાનની ચોરી કરી લઈ જતા નજરે પડયા હતા જે અંગે કંપની સિકયુરિટી ભાલચંદ્ર દત્તાત્રય પાગેદારે રૂપિયા ૧.૮૯ લાખના રો-મટિરીયલ સહિતના સામાનની ચોરી અંગે યોગેશ લાડ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જીઆઈડીસી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરતા કંપનીના ઓપરેટર યોગેશ બાબુભાઈ લાડને ઝડપી પાડયો હતો જેની પુછપરછ કરતા આ ચોરીમાં કંપનીના સિકયુરિટી ગાર્ડ અનિલકુમાર પાંડે અને અરવિંદસિંહ રાઠોડે મદદગારી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બંને સિકયુરિટી ગાર્ડની ધરપકડ કરી રો-મટીરીયલ અંગે ત્રણેયની પુછપરછ કરતા
તેઓએ સારંગપુર ગામ પાસે આવેલ ભંગારના ગોડાઉન સંચાલક ઈબ્રાહિમ ફજ રૂદીન સેયદને વેચ્યો હોવાની કબુલાત કરી હતી જે આધારે જીઆઈડીસી પોલીસે તેની ધરપકડ કરી હતી અને ચોરી થયેલ રો-મટીરીયલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.