કેન્સર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગઃ ૨૫થી વધુ કર્મચારી મોબાઈલ ફોન સાથે ઝડપાયા
હોસ્પિટલના ૧ હજારથી વધુ કર્મચારીઓના મોબાઈલ ઉપયોગ પર રોક લગાવી હતીઃ હજુ પણ કેટલાક કર્મચારીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોવાની શક્યતા
હોસ્પિટલમાં કર્મચારીઓ પોતાનું કામ સરખી રીતે નહીં કરતા હોવાના આરોપ
અમદાવાદ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ)ના વર્ગ-૪ના એક હજારથી વધુ કર્મચારીઓના મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર શશાંક પંડ્યાએ લીધેલા આ નિર્ણયની કર્મચારી ઐસીતૈસી કરી રહ્યા છે અને ચોરીછૂપે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં સપપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ, જેમાં ૨૫થી વધુ ક્રમચારીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તમામ કર્મચારીઓને નોટિસ બજાવીને વોર્ન્િંાગ આપી દેવાઈ છે.
કેન્સર હોસ્પિટલમાં વર્ગ-ચારના કર્મચારીઓ મોબાઈલ ફોનનો ચોરી છૂપે ઉપયોગ કરતા હોવાની માહિતી ડાયરેક્ટર અને તેમની ટીમને મળી હતી. માહિતીના આધારે હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ૨૫થી વધુ કર્મચારીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
સરપ્રાઈઝ ચેકિંગ શરૂ થતાંની સાથે જ કેટલાક કર્મચારીઓએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને સંતાડી દીધા હતા. હોસ્પિટલમાં આઉટસોર્સિગનો કોન્ટ્રાક્ટ રાજદીપ એન્ટરપ્રાઈઝના હાથમાં છે. રાજદીપ એન્ટરપ્રાઈઝમાં નોકરી કરતા અને કેન્સર હોસ્પિટલના સુપરવાઈઝર પીયૂષભાઈએ જણાવ્યું છે કે કર્મચારીઓ પાસેથી મોબાઈલ ફોન મળ્યા હતા
તેમને નોટિસ બજાવવામાં આવી છે. હવે જાે તેમની પાસેથી મોબાઈલ ફોન મળશે તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેન્સર હોસ્પિટલ આવેલી છે, જેમાં રાજદીપ એન્ટરપ્રાઈઝ નામની કંપનીને
આઉટસોર્સ્િંાગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પીઆરઓથી લઇને હાઉસકીપિંગના એક હજારથી વધુ કર્મચારીઓ રાજદીપ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં નોકરી કરે છે. દર્દીઓને તમામ પ્રકારની સુવિધા આપવાની તેમજ તેમનું ધ્યાન રાખવાની જવાબદારી રાજદીપ એન્ટરપ્રાઈઝના કર્મચારીઓની હોય છે. કેન્સર હોસ્પિટલમાં વર્ગ-ચારના કર્મચારીઓ પોતાનું કામ સરખી રીતે નહીં કરતા હોવાના અનેક આરોપ ઊઠ્યા હતા.
હોસ્પિટલમાં નોકરીના સમય દરમિયાન હાઉસકીપિંગના કર્મચારીઓ તેમજ સર્વન્ટ સતત મોબાઈલ ફોન ઉપર વ્યસ્ત રહેતા હોય છે, જેના કારણે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્સર હોસ્પિટલમાં રાજદીપ એન્ટપ્રાઈઝના નેજા હેઠળ કામ કરતા અંદાજિત એક હજારથી વધુ કર્મચારીના મોબાઈલ ફોનના ઉપયોગ પર રોક લગાવી દેવાઈ હતી.
ડાયરેક્ટરે શશાંક પંડ્યાએ આ આદેશ માત્ર વર્ગ-ચારના કર્મચારી માટે જ આપ્યો હતો. કેન્સર હોસ્પિટલમાં જ્યારે કર્મચારીઓ નોકરી પર આવે ત્યારે તેમણે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દેવાનો રહેશે અથવા તો તેમના ઘરે કે મિત્રવર્તુળમાં મોબાઈલ આપી દેવાનો રહેશે તેવો નિર્ણય હતો. કર્મચારીઓ હજુ ચોરીછૂપે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.