કાળઝાળ ગરમીમાં પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે ટ્રાફિક જવાનો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કાળઝાળ ગરમી વચ્ચે પણ ગુજરાત પોલીસના જવાનો અઢીખમ રહી ટ્રાફિક નિયમો નુ પાલન કરતા હોય છે. ત્યારે ગોધરા શહેર ખાતે પણ આટલી કાળઝાળ ગરમીમાં પણ પોલીસ જવાનો પોતાની અડીખમ ફરજ નિભાવી રહ્યા છે.
ગોધરા ખાતે આવેલ ચર્ચ સર્કલ , લાલબાગ બસ સ્ટેશન સર્કલ, ભુરાવાવ સર્કલ તેમજ અન્ય સર્કલ ઉપર પણ ટ્રાફિક જવાનો તેમજ ટી.આર.બી ના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે. જેથી ટ્રાફિક વધુ રહેતો હોય છે.
ત્યારે આટલી ગરમીમાં પણ ટ્રાફિકને પહોંચી વળવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા ટ્રાફિક જવાનો તેમજ ટી.આર.બી જવાનો હાજર જાેવા મળે છે. ત્યારે એક તરફ ગુજરાત મા ગરમી નો પારો ૪૨ ડિગ્રી તાપમાન ને પાર જઈ રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ફરજ ઉપર હાજર ટ્રાફિક જવાનો નિયમોનુ પાલન કરતા જાેવા મળ્યા છે.
શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક જવાનો પોતાના ફરજના ભાગરૂપે ટ્રાફિકનો નિયમ કરતા જાેવા મળ્યા હતા. ત્યારે આવી ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાડે છે ત્યારે પોલીસ ખડે પગે ઉભા રહીને ટ્રાફિકનું સંચાલન કરતા જાેવા મળ્યા હતા.