Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

તબીબની કારનો બાઈક પર પીછો કરી અટકાવી હુમલાખોર ત્રાટક્યા

પ્રતિકાત્મક

મેઘરજ તાલુકાના તબીબ પર જીવલેણ હુમલો

(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જીલ્લામાં બાકી પડતી લોનના હપ્તાની વસુલાત અને વાહન રિકવર માટે રીતસરની ગુંડાગીરી થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં ક્લિનિક ચલાવતા તબીબની કારનો બાઈક પર પીછો કરી કુણોલ ત્રણ રસ્તા પર તબીબની કાર આડે બાઈક ઉભી રાખી

તબીબને કારની લોનના હપ્તા બાકી હોવાનું કહી તબીબ અને તેના ભાઈ પર બાઈક ચાલક હુમલાખોરે હુમલો કરતા ભારે ચકચાર મચી છે તબીબ અને તેના ભાઈને માથામાં કડુ મારતા ઇસરી સારવાર લેવાની ફરજ પડી હતી તબીબ પર હુમલો થતા લોકોના ટોળેટોળા દોડી આવતા હુમલાખોર બાઈક ચાલક બાઈક લઇ ફરાર થઇ ગયા હતા ઇસરી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજ તાલુકાના વાણીયાવાડા ગામના અને રેલ્લાવાડામાં માતૃછાયા ક્લિનિક ધરાવતા તબીબ મહેન્દ્રભાઈ ધુળાભાઈ ડામોર તેમના પરિવાર સાથે અર્ટિગા કારમાં હિંમતપુર ગામે લગ્નપ્રસંગમાં હાજરી આપી બપોરના સુમારે ઘરે પરત ફરતા કુણોલ ત્રણ રસ્તા પર બાઈક પર આવેલા બે શખ્સોએ કાર આડે બાઈક ઉભું રાખી દઈ

કાર અટકાવી કાર ચાલક તબીબને નીચે ઉતારી તમારા લોનના હપ્તા બાકી છે કહેતા તબીબે હપ્તા બાકી ન હોવાનું જણાવતા બાઈક ચાલકે તબીબને બેફામ ગાળો બોલી ઝપાઝપી કરી હાથમાં કડુ માથામાં મારી દીધું હતું તબીબ પર હુમલો થતા તેમના ભાઈ બચાવવા દોડી આવતા તેમના માથે પણ કડાનો ઘા ઝીંકી દઈ ફરાર થઇ ગયો હતો

તબીબ અને તેમના ભાઈ હુમલામાં લોહીલુહાણ થતા પરિવાજનોએ સારવાર અર્થે ઇસરી દવાખાને ખસેડાયા હતા તબીબ પર હુમલો થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers