Western Times News

Gujarati News

અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનું બબીના સ્ટેશન પર રોકાણ

રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19167/19168 અમદાવાદ-વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (Ahmedabad Varanasi Sabarmati Express) તાત્કાલિક અસરથી બબીના સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :

·       ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારણસી સિટી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનું બબીના સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17.01/17.03 વાગ્યાનો રહેશે.

·       ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનું બબીના સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 05.17/05.19 વાગ્યાનો રહેશે.

·       ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના રોકાણને કારણે આ ટ્રેનનું તાલબેહટ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 05.34/05.36 વાગ્યાને બદલે 05.40/05.42 વાગ્યાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.