Western Times News

Gujarati News

USA: ઇન્ટરનેશનલ લો ડિગ્રી મેળવનાર ગુજરાતનો પ્રથમ યુવક પ્રથમેશ

વલસાડના છાત્રને અમેરિકામાં ઇન્ટરનેશનલ લો ડિગ્રી એનાયત

(પ્રતિનિધિ) વલસાડ, USA પ્રેસિડન્ટની હાજરીમાં ગુજરાતના એક માત્ર વલસાડના વિદ્યાર્થીને યુએસની ગવર્નમેન્ટ યુનિવર્સિટીમાંથી ડબલ માસ્ટર ઇન લો ફોર ફોરેન લોયર ઇન ઇન્ટરનેશન લો ડિગ્રી પ્રાપ્ત કરી વલસાડનું નામ રોશન કર્યુ છે. Valsad student awarded International Law Degree in USA

આ ઉચ્ચ ડિગ્રી માટે ૨૦૨૩ના વર્ષમાં ઉત્તીર્ણ થયેલા ગુજરાતના એક માત્ર વિદ્યાર્થીને આ ડિગ્રી જર્યોજ્યા યુનિવર્સિટીમાં યોજાયેલા સમારોહમાં જ્યોર્જિયાના પ્રેસિડન્ટની ઉપસ્થિતિમાં એનાયત કરાઇ હતી.

વલસાડના એડવોકેટ અને સામાજિક કાર્યકર કેતન એસ શાહ (જયસ્વાલ)  (Ketan S Shah) ના પુત્ર પ્રથમેષ જયસ્વાલે  (Prathmesh Jaysval) અમેરિકાના એટેલાન્ટામાં આવેલી જ્યોર્જયા યુનિવર્સિટીમા (USA Georgia University) ડબલ માસ્ટર ઈન લૉ ફોર ફોરન લૉયર ઈન ઇન્ટરનેશનલ લૉ ડીગ્રી મેળવી છે.

૧૨ મે ૨૦૨૩ના રોજ જ્યોર્જિયા સ્ટેટ ના પ્રેસિડન્ટની હાજરી મા ડીગ્રી આપવામા આવી છે.ચાલૂ વર્ષે લો માટેના ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાંથી એક જ વિધાથી પથમેષનીઆ કોલેજ મા સિલેક્શન થયું હતું.પિતા કેતન જયસ્વાલ (શાહ)એ જણાવ્યું હતું કે, આ ડીગ્રી મેળવનાર હાલમા ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી છે.

પથમેષ જયસ્વાલને અમેરિકામાં રૂ.૧ કરોડનું પેકેજની ઓફર થઇ છતાં પ્રથમેષ જયસ્વાલે ઠુકરાવી પોતાની આ ડીગ્રી નો ઉપયોગ તેઓ પૈસા માટે નહીં પરંતુ પોતાના દેશ ભારત અને વતનની સેવામાટે ઉપયોગ કરશે તેવું જણાવી દેશપ્રેમને ઉજાગર કર્યો છે.કાયદાશાસ્ત્રની ઉચ્ચ આ ડીગ્રી મેળવી પથમેષ જયસ્વાલે ભારત,ગુજરાત અને વલસાડનું નામ ગૌરવ વધાર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.