Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આણંદ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અંતર્ગત સેમિનાર યોજાયો

(પ્રતિનિધિ) આણંદ, આણંદ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા કરવામાં આવ્યું હતું. A seminar on protection of women against domestic violence was held at Anand

આ પ્રસંગે આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ દ્વારા મહિલાઓને સક્ષમ અને સશક્ત બનાવવા માટે સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતી આપી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી છાયાબા ઝાલા દ્વારા મહિલાલક્ષી કાયદાઓ દરેક જરૂરિયાત મંદ પીડિત મહિલા સુધી પહોંચે અને જરૂરી મદદ મળી રહે તે જાેવા અપીલ કરી હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી આવેલ એડવોકેટ શ્રી નીલ શાહ દ્વારા ઘરેલું હિંસા કોને કહેવામાં આવે છે, આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે, પીડિત મહિલાને સુરક્ષા, રહેઠાણ, નાણાંકીય રાહત અને ભરણપોષણ, બાળકનો કબજાે, વળતર અને વચગાળાના હુકમ

તથા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અંગેના કાયદાની વિસ્તૃત માહિતી તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ ૧૯૬૧ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.સાયબર સેલ ખાતેથી આવેલ એ.એસ.આઇ શ્રી મુસ્તકીનભાઈ દ્વારા સાઇબર ક્રાઇમ થવાના કારણો અને તે ના થાય માટે રાખવાની થતી તકેદારી અંગે સમજ આપવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers