Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એવું તે શું થયું કે અરવલ્લી કલેકટર અચાનક મંદબુદ્ધિ મહિલા આશ્રમ પહોંચ્યા

જિલ્લા કલેકટરે બાયડ જય અંબે બિનવારસી મંદબુદ્ધિ મહિલા આશ્રમની મુલાકાત લીધી

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડમાં આવેલા જય અંબે બિનવારસી મંદબુદ્ધિ મહિલા આશ્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક પહોંચ્યા હતા.  જય અંબે માં બુદ્ધિ મહિલા સમાજ ટ્રસ્ટ દ્વારા બિનવારસી મન બુદ્ધિ દિવ્યાંગ બહેનો માટે આશ્રય સ્થાન માટે આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે.

સમાજથી તિરસ્કાર થયેલી, સ્ટેશનો ઉપર ફરતી અજાણી મન બુદ્ધિ ધરાવતી મહિલાઓને અહીં લાવવામાં આવે છે તેમની અહીં શારીરિક સારવાર સાથે માનસિક સારવાર પણ કરવામાં આવે છે જય અંબે મન બુદ્ધિ સેવા આશ્રમ અત્યાર સુધી રાજ્યની અને પરપ્રાંતીય માનસિક રોગી મહિલાઓને પ્રેમરૂપી

હું પન આરોગ્ય સારવાર કરાવી તેમના પરિવાર સાથે અંદાજિત ૨૦૦ જેટલી મહિલાઓને મિલન કરાવવામાં સફળ રહ્યું છે.અત્યારે આશ્રમમાં ૨૦૦ મહિલાઓ અને ૭૬ પુરુષો આશ્રય લઈ રહ્યા છે.

અરવલ્લી જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકે આશ્રમમાં મુલાકાત દરમિયાન આશ્રમની અંદર થતી દરેક કામગીરી અને આશ્રિતો માટેની સગવડોનું નિરીક્ષણ કર્યું હતું.અને ત્યાં આશ્રિત લેનાર દરેકને સોમનાથ મંદિર દ્વારા આપવામાં આવેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં દરેક મહિલા અને પુરુષોએ ખૂબ જ ખુશીથી સ્વીકારી હતી. કલેકટર દ્વારા તેના ટ્રસ્ટીઓ અને ત્યાં કામ કરનાર દરેક વ્યક્તિની હિંમતને અને અજાણ્યા લોકોની દેખરેખ રાખવા માટે તેમની ધગશનેં બિરદાવી હતી. દરેક ખૂબ જ સુંદર એવી કામગીરી કરી રહ્યા છે અને આગળ પણ એવી કામગીરી કરતા રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers