ગુજરાતમાં ગાડી ખરીદવા માટે યુઝ્ડ કાર્સની સૌથી વધુ માંગ
ભારતની અગ્રણી ઓટોટેક કંપની કાર્સ24એ છેલ્લા 90 દિવસોમાં ગત વર્ષની તુલનામાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં યુઝ્ડ કાર્સના વેચાણમાં 100 ટકાનો નોંધપાત્ર વધારો રેકોર્ડ કર્યો છે. કંપની દ્વારા નવા માર્કેટોમાં વિસ્તરણ તથા ગ્રાહકો દ્વારા તેની વિશ્વસનીય સેવાઓની વ્યાપક સ્વિકૃતિ તેની ટકાઉ વૃદ્ધિના મુખ્ય પરિબળો છે.
રાજ્યમાં હજારોથી વધુ કાર્સની ખરીદી અને વેચાણની સુવિધા આપીને કાર્સ24એ (CARS24 Gujarat Pre Owned Car market) ગુજરાતના પ્રી-ઓન્ડ કાર માર્કેટમાં પોતાને એક મજબૂત દાવેદાર તરીકે સ્થાપિત કરી છે.
કાર્સ24એ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં તેની સેવાઓના લોંચ સાથે ગુજરાતમાં કામગીરીનો પ્રારંભ કર્યો હતો, જે સમયે લોકોએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખતાં પર્સનલ મોબિલિટી તરફ વળવાનું શરૂ કર્યું હતું. ત્યારથી કંપનીએ પોતાની ઉપસ્થિતિને વિસ્તારી છે અને હવે રાજ્યમાં 21 શહેરોમાં કાર્યરત છે.
ગુજરાતમાં ગ્રાહકો કાર્સ24 જેવાં વિશ્વસનીય પ્લેટફોર્મ પાસેથી ખરીદી કરવા દરમિયાન યુઝ્ડ કાર્સની વ્યવહારિકતા, વ્યાજબીપણા અને વિશ્વસનીયતાને મહત્વ આપે છે. વધુમાં, શૂન્ય ડાઉન પેમેન્ટ સાથે કાર ફાઇનાન્સિંગનો વિકલ્પ રાજ્યમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં વધુ લોકપ્રિય બન્યો છે. તેના પરિણામે રાજ્યમાં પ્રી-ઓન્ડ વાહનોની માંગમાં વધારો થયો છે, જે પ્રદેશમાં કંપનીની વૃદ્ધિને પણ વેગ આપે છે.
ગુજરાતે હાઇવે અને રોડ નેટવર્કમાં નોંધપાત્ર રોકાણ અને પ્રગતિ કરતાં કનેક્ટિવિટીમાં વધારો થયો છે, મુસાફરીનો સમય ઘટ્યો છે, જેનાથી કાર માલીકીને વ્યવહારુ અને અનુકૂળ વિકલ્પ તરીકે જોતાં લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
સુવ્યવસ્થિત માર્ગો અને હાઇવેથી સંભાવિત કાર ખરીદદારોનો વિશ્વાસ વધ્યો છે, જે રાજ્યમાં પ્રી-ઓન્ડ કાર માર્કેટના વિસ્તરણ માટે અનુકૂળ માહોલની રચના કરે છે તેમજ ગુજરાતના ઓટોમોટિવ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ કંપની તરીકે કાર્સ24ની હાજરીને મજબૂત કરે છે.
રાજ્યમાં કંપનીની વૃદ્ધિ વિશે વાત કરતાં કાર્સ24ના સહ-સ્થાપક ગજેન્દ્ર જાંગીડે કહ્યું હતું કે, “ભારતમાં ગુજરાત સૌથી ઝડપી વૃદ્ધિ સાધતા ઓટો માર્કેટો પૈકીનું એક છે અને દેશમાં કુલ ઓટો વેચાણમાં અંદાજે 12 ટકા હિસ્સો ધરાવે છે, જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. રાજ્યમાં અમારા ગ્રાહકો તરફથી પ્રાપ્ત પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ.
અમે વધુ લોકો માટે કાર ખરીદી અને વેચાણ વધુ સરળ અને તણાવમુક્ત બનાવવા માટે કટીબદ્ધ છીએ. અમે તેમના વિશ્વાસનો આદર કરીએ છીએ અને અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા વધુ સખત મહેનત કરીશું.”
ગુજરાતમાં પ્રી-ઓન્ડ કાર્સ અમદાવાદમાં સૌથી વધુ લોકપ્રિય છે, જેમાં મારૂતિ બલેનો સૌથી લોકપ્રિય પસંદ છે. ત્યારબાદ રાજકોટમાં મારૂતિ સ્વિફ્ટ અને ગાંધીનગરમાં હ્યુન્ડાઇ આઇ10 છે. કાર્સ24ના તાજેતરના આંકડા રાજ્યમાં ગ્રાહકોની કાર ખરીદીની વર્તણૂંક વિશે કેટલાંક રસપ્રદ તથ્યો બહાર આવ્યાં છેઃ
મેરી પ્યારી મારૂતિઃ તેની સ્ટાઇલિશ, ભરોસાપાત્ર અને પર્ફોર્મન્સ-આધારિત હેચબેકથી ગુજરાતમાં પ્રભુત્વ.
મારૂતિએ ગુજરાતમાં તેની લીડરશીપને વધુ મજબૂત કરી છે તથા વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદમાં તેની સૌથી વધુ કાર ખરીદાઇ છે. સ્વિફ્ટ, બલેનો અને ઓલ્ટો જેવાં હેચબેક મોડલ ગ્રાહકો વચ્ચે પસંદગીના વિકલ્પો રહ્યાં છે, જેનું કારણ વ્યાજબીપણા, વ્યવહારિકતા, ઇંધણ કાર્યક્ષમતા અને કોમ્પેક્ટ સાઇઝ છે. તે ગુજરાતમાં ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીને અનુરૂપ છે.
બજેટ-ફ્રેન્ડલી અને વિશ્વાસપાત્રઃ ગુજરાતના કાર માર્કેટમાં એફોર્ડેબલ બ્રાન્ડ્સની માંગમાં વધારો
કાર્સ24ના તાજેતરના વેચાણ આંકડા મૂજબ ગુજરાતમાં રેનો ક્વિડ, ટાટા ટિગોર, હ્યુન્ડાઇ ક્રેટા અને હ્યુન્ડાઇ એલિટ આઇ10 જેવી ઘણી કાર બ્રાન્ડ્સની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રાહકોની વર્તણૂંકમાં બદલાવ સૂચવે છે કે પ્રદેશમાં કાર ખરીદદારો વ્યાજબીપણા, ભરોસો અને કાર્યક્ષમ પ્રદર્શન વચ્ચે સંતુલન ઓફર કરતી કાર્સ અપનાવી રહ્યાં છે.
ગુજરાતમાં કાર ખરીદદારોનું ઇએમઆઇ ફાઇનાન્સિંગ પ્રત્યે આકર્ષણ
ગુજરાતમાં કાર ખરીદદારો વચ્ચે કાર ફાઇનાન્સિંગ વધુ લોકપ્રિય બની રહ્યું છે તથા વાહન ખરીદવામાં મોટી સંખ્યામાં લોકો આ વિકલ્પને અપનાવે છે. કાર્સ24 ઉપર શૂન્ય ડાઉન પેમેન્ટ વિકલ્પની ઉપલબ્ધતાથી આ ટ્રેન્ડને બળ મળ્યું છે, જેનાથી લોકોના જીવનમાં અનુકૂળતા વધી છે.
ઉપલબ્ધ આંકડા મૂજબ પગારદાર વ્યક્તિઓ દ્વારા લોન વધુ લેવામાં આવે છે. આ લોન માટે સરેરાશ ઇએમઆઇ રકમ રૂ. 11,500 છે અને ફાઇનાન્સિંગની પસંદગીની અવધિ 6 વર્ષ છે. આ ટ્રેન્ડ પ્રદેશમાં ખરીદદારો માટે વધુ ફ્લેક્સિબિલિટી અને ચૂકવણીનો ઓછો બોજાનો સંકેત આપે છે.
અગાઉની તુલનામાં વર્ષ 2023માં યુવાનો કાર માલીકી માટે વધુ ઇચ્છુક
આ વર્ષે કાર ખરીદી કરતાં યુવાનોની સંખ્યામાં વધારો થયો છે, જેમાં ફાઇનાન્સિંગના વિકલ્પોની ઉપલબ્ધતાથી ટ્રેન્ડને બળ મળ્યું છે. મોટાભાગના ખરીદદારોની ઉંમર 35 વર્ષથી નીચે છે, જે યુવાનોમાં કાર માલીકીની વધતા ટ્રેન્ડને સૂચવે છે.
આકર્ષક ડીલના વિકલ્પો તરફ ભારતીયોની નજર
કાર્સ24ના તાજેતરના ડ્રાઇવટાઇમ ક્વાર્ટરલી રિપોર્ટ મૂજબ વર્ષ 2023ના માત્ર 90 દિવસોમાં ભારતીય ગ્રાહકોએ રૂ. 1250 કરોડના મૂલ્યની કાર્સનું પ્લેટફોર્મ ઉપર વેચાણ કર્યું છે, જે પ્લેટફોર્મની સેવાઓમાં વિશ્વાસ પ્રદર્શિત કરે છે. નવા ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજી સાથે ઉદ્યોગના ઉદય વચ્ચે ભારતમાં 100થી વધુ શહેરોમાં ઉપસ્થિતિ સાથે કાર્સ24 કાર વેચાણ અને માલીકીના ભવિષ્યને નવી દિશા આપી રહ્યું છે.