Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એવું તો શું બન્યું કે અચાનક સુજી ગયો દિશાનો ચહેરો

મુંબઈ, દિશા પટની બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસિસ પૈકી એક છે. દિશાને તેની ફેશન ચોઇસ માટે ફેન્સ ખૂબ પસંદ કરે છે. જાેકે, ક્યારેક તેના જ લીધે દિશા ટ્રોલર્સના નિશાના પર આવી બેસે છે.

ત્યારે અભિનેત્રીએ હાલમાં જ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે અને તેમાં તેનો ચહેરો સોજી ગયેલો જાેવા મળી રહ્યો છે. તેના કારણે યુઝર્સ પણ અજીબોગરીબ સવાલો પૂછી રહ્યા છે. ઘણા લોકોએ તેના આ ફોટોઝને દિશાના ડેબ્યૂ ટાઇમના ફોટોઝ સાથે પણ સરખાવ્યા છે. Disha Patni hot actress of Bollywood

જાેકે, દિશાના ફેન્સને તેની આ સેલ્ફીઝ ખૂબ પસંદ આવી છે. તાજેતરમાં દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ક્લોઝ અપ્સ ફોટોઝ શેર કર્યા હતા. એક બાજુ તેના ફેન્સને આ ફોટોઝ ખૂબ જ પસંદ આવ્યા હતા તો, બીજી તરફ ઇન્ટરનેટના અન્ય યુઝર્સનું ધ્યાન તેના સોજેલા ચહેરા પર ગયું હતું. એક યુઝરે લખ્યું- “એવું લાગે છે કે મધમાખીઓએ તેના ચહેરા પર ડંખ માર્યો છે.”

બીજાે યુઝરે લખે છેકે “લાગે છે કે તે હમણાં જ ઉઠી છે.” ત્રીજા યુઝરે પૂછ્યું, ” તમે પહેલા કરતા વધારે સુંદર લાગી રહ્યા છો, તમે તમારા આખા ચહેરા પર કેટલી સર્જરી કરાવી હતી? રેડિટ પર દિશાના આ ફોટા આગની જેમ વાયરલ થયા હતા. જ્યાં યુઝર્સે તેના આ ફોટોઝની સરખામણી દિશાની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીના તેના જૂના ચહેરા સાથે કરી હતી.

એક યુઝરે લખ્યું કે, “કેટલા સુંદર ચહેરાને બગાડી નાખ્યો છે.” બીજા એકે કમેન્ટ કરી કે, “સતત સારા દેખાવા માટે સિસ્ટમ તેમના પર દબાણ વધારે છે. ખ્યાતિ અને સતત લાઇમલાઇટમાં રહેવું તેમાં ઉમેરો કરે છે.

દિશા પટની છેલ્લે અર્જુન કપૂર, જ્હોન અબ્રાહમ અને તારા સુતરિયા સાથે એક વિલન રિટર્ન્સમાં સ્ક્રીન શેર કરતી જાેવા મળી હતી. હવે તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશી ખન્ના સાથે સાગર આમ્બ્રે અને પુષ્કર ઓઝા નિર્દેશિત ફિલ્મ યોધ્ધામાં જાેવા મળશે.

આ પ્રોજેક્ટ હાલમાં પ્રોડક્શન હેઠળ છે. તે સિવાય તેની પાસે પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ છે અને એક અનટાઇટલ્ડ શિવા ફિલ્મ પણ તેની પાસે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers