Western Times News

Gujarati News

પાલનપુરમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

બંને આરોપીઓ ઉપર ૧૮થી વધુ ગુના નોંધાયેલા છે

૧૩ દિવસ અગાઉ પાલનપુરના લક્ષ્મીપુરામાં થયેલી ચેન સ્નેચિંગ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી

પાલનપુર, પાલનપુરના લક્ષ્મીપુરામાં તા. ૯ જૂને રાત્રિના પોણા નવેક વાગ્યે મંદિરમાં જઈ રહેલા દંપતિમાંથી મહિલાના ગળામાંથી બે અજાણ્યા વ્યકિતઓએ બાઇક લઇ આવી ગળામાં પહેરેલો સોનાનો દોરો ઝુંટવીને નાસી ગયા હતા. બંને આરોપીઓને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ૧૩ દિવસ અગાઉ પાલનપુરના લક્ષ્મીપુરામાં થયેલી ચેન સ્નેચિંગ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.

જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચેઇન સ્નેચિંગ વાળી જગ્યાના આજુબાજુના તેમજ એન્ટ્રી, એક્ઝિટના સીસીટીવી તપાસતાં તથા ગુનો આચરનાર વ્યકિતઓના પહેરવેશ, ઉંમર, દેખાવ તથા બાઈક તેમજ ગુનો કરવાની મોડેસ ઓપરેન્ડીના આધારે આવા ગુના કરતા આરોપીઓની માહિતી મેળવી હ્યુમન સોર્સ આધારે ગુનો આચારનાર અજાણ્યા વ્યકિતઓની તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રસ્થાપિત કરી અશોકભાઈ ઉર્ફે નીકલો રામજીભાઈ બેલદાર (રહે. જીચકા, આણંદ) તથા મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ (રહે. મહિયારી, આણંદ)ને પકડી લીધા હતા.

પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબુલાત કરતા બંનેને કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમજ બંને પાસેથી ઝૂંટવેલી સોનાની ચેઇન, બાઈક તથા બંનેના મોબાઇલ નંગ-૨ મળી કુલ રૂ. ૧.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને આરોપીઓએ આવા કેટલા ગુના આચરેલ છે. તેની વિગતવાર તપાસ હાથ ધરી હતી.ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલા મહાવીર સિંહ નટુભાઈ ચૌહાણ ઉપર બનાસકાંઠાના ડીસા, સુરતના ઉમરા, અડાજણ, અમદાવાદના નરોડા, શાહીબાગ જેવા પોલીસ સ્ટેશનમાં ૧૮ થી વધુ ગુના નોંધાયેલા છે.

જ્યારે અન્ય આરોપી અશોક ઉર્ફે નીકલા વિરુદ્ધ સુરતના ઉમરા, રાંદેર, ખટોદર, અડાજણ તેમજ સુરત પાસા, અમદાવાદના નરોડા, શાહીબાગ, બનાસકાંઠાના પાલનપુર પશ્ચિમ, પાલનપુર તાલુકા, ડીસા, થરાદ, આણંદના ખંભાત, મહેસાણાના ઊંઝા પોલીસ સ્ટેશન મળી કુલ ૩૩થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.ચેઇન સ્નેચિંગમાં પકડાયેલા બંને આરોપીઓ છેલ્લા ૧૨ વર્ષથી ઉત્તર ગુજરાત અને સુરત શહેરમાં વહેલી સવારે કે સાંજે વોકમાં નીકળતા મોટી ઉંમરના લોકોને ટાર્ગેટ બનાવી નંબર પ્લેટ વગરનું બાઈક લઈ લોકોના ગળામાં પહેરેલ સોનાની ચેન ઝૂંટવી નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.