દિલજીત દોસાંઝના લાઈવ શોમાં ઘૂસ્યો ખાલિસ્તાની સમર્થક
સ્ટેજ પર મચી અફરાતફરી!
પોલીસે પ્રદર્શનકારીને પકડી પાડીને કસ્ટડીમાં લીધો હતો અને તેને સ્ટેજ પરથી બહાર ખસેડ્યો હતો
નવી દિલ્હી, અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે જ એક ખાલીસ્તાની પ્રદર્શનકારી દોડીને સ્ટેજ પર આવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સ્ટેજ પર ધ્વજ ફરકાવી ડાન્સ કરવા લાગ્યોજ્યારે દિલજીત ગીત ગાવામાં મશગૂલ હતા ત્યારે આ પ્રદર્શનકારી અચાનક તેમની નજીક પહોંચી ગયો હતો.
તે સ્ટેજ પર ધ્વજ ફરકાવવા લાગ્યો અને દિલજીતની બાજુમાં ઊભા રહીને ડાન્સ કરવા લાગ્યો હતો. શરૂઆતમાં દિલજીત તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ તેમણે પરફોર્મન્સ અટકાવ્યું નહોતું અને ગાવાનું ચાલુ રાખ્યું હતું.ઘટનાને પગલે કાર્યક્રમમાં હાજર પોલીસ કર્મચારીઓ તાત્કાલિક સ્ટેજ પર પહોંચ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીને પકડી પાડીને કસ્ટડીમાં લીધો હતો અને તેને સ્ટેજ પરથી બહાર ખસેડ્યો હતો. દિલજીતને અગાઉ કેટલીક કટ્ટરપંથી સંસ્થાઓ તરફથી ધમકીઓ મળી હોવા છતાં તેમણે આ સ્થિતિનો શાંતિપૂર્વક સામનો કરીને પોતાનો શો પૂરો કર્યાે હતો.SS1
