Western Times News

Gujarati News

MBBSના વિદ્યાર્થીઓ નીટમાં ડમી ઉમેદવાર બન્યાં, બિહારમાં ૩૦ની ધરપકડ

૧૮ વ્યક્તિએ બાયોમેટ્રિક વેરિફિકેશન નિયમોનો ભંગ કર્યાે

બિહાર પોલીસે આ મામલે કિઉલ અને કવૈયા પોલીસ મથકમાં ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

પટના, નીટ-યુજી રી-એક્ઝામમાં ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરી રહેલા ૩૦ વ્યક્તિની બિહારમાં ધરપકડ કરાઈ છે. એમબીબીએસમાં અભ્યાસ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ ડમી ઉમેદવાર બનીને પરીક્ષા આપવા જતાં પકડાઈ ગયાં છે. પરીક્ષા કેન્દ્રમાં કામ કરી રહેલા ૧૮ વ્યક્તિએ બાયોમેટ્રિક વેરિફિકેશન નિયમોનો ભંગ કર્યાે હોવાથી તેમની ધરકડ કરાઈ હતી. જ્યારે મોટાભાગના અન્ય લોકો ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા આવેલા હતા.

રવિવારે સમગ્ર દેશની સાથે બિહારમાં પણ નીટ-યુજીની પુનઃપરીક્ષા યોજાઈ હતી. કોઈ ગેરરીતિ ન થાય તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત રખાયો હતો. બિહારના એડિશનલ ડીજી સુધાંસુ કુમારે કહ્યું હતું કે, પરીક્ષા કેન્દ્ર સાથે સંકળાયેલા ૧૮ લોકોએ વેરિફિકેશન પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું. વચેટિયાઓની સાથે સાંઠગાંઠ કરીને તેઓ ડમી ઉમેદવારોને પરીક્ષા આપવા મોકલી રહ્યા હતા. જો કે પોલીસે આ ષડયંત્ર ઝડપી પાડ્યુ હતું. ૧૮ કર્મચારી ઉપરાંત નવ ડમી ઉમેદવાર, એક અસલી ઉમેદવાર તથા બે વચેટિયાને ઝડપી લેવામાં આવ્યા હતા. ડમી ઉમેદવાર બનીને પરીક્ષા આપવા આવેલા આરોપીમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

જ્યારે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ફાર્મસીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ડમી ઉમેદવાર બની પરીક્ષા આપવા આવ્યો હતો. બીએસસી અને બીએએમસના એક-એક વિદ્યાર્થી પણ ડમી ઉમેદવાર તરીકે આવ્યા હતા. પરીક્ષા કેન્દ્રના ઝડપાયેલા સ્ટાફમાં ત્રણ સુપરવાઈઝર અને એમબીબીએસના ચોથા વર્ષના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. બિહાર પોલીસે આ મામલે કિઉલ અને કવૈયા પોલીસ મથકમાં ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.