અક્ષય કુમારની વેલકમ-ટુ ધી જંગલના ૧૮ સીન પર સેન્સરની કાતર
કાશ્મીરને લગતો એક સંવાદ પણ બદલી દેવાયો
ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટાણી, રવિના ટંડન, લારા દત્તા અર્શદ વારસી, પરેશ રાવલ અને શ્રેયસ તલપદેએ કામ કર્યું છે
મુંબઈ, અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધી જંગલ’ના ૧૮ સીન સેન્સર બોર્ડ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. ઘણી જગ્યાઓ સંવાદો પણ બદલી નાંખવાની ફરજ ફિલ્મમેકર્સને પાડી છે. પોણા બે કલાક લાંબી આ ફિલ્મ ૨૬ જુને થિયેટર્સમાં રજૂ થવાની છે. ફિલ્મમાંથી દિશા પટણી અને જેક્લિન ફર્નાન્ડિઝના બિકીની સીન પર સેન્સરે કાતર ફેરવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ફિલ્મમાં સંવાદ કાલા પૈદા હુઆ હૈ કોયલા હૈને બદલીને સાદા પૈદા હુઆ નમૂના હૈ કરવામાં આવ્યો છે. એક સંવાદમાંથી કાશ્મીર શબ્દ પણ કાઢી નાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટાણી, રવિના ટંડન, લારા દત્તા અર્શદ વારસી, પરેશ રાવલ અને શ્રેયસ તલપદેએ કામ કર્યું છે. SS1
