ગુજરાતી ફિલ્મ “ફુલેકું” ઇન્કમટેક્સની રેડ પડે છે અને પછી સર્જાય છે….??
AVK ફિલ્મ પ્રસ્તુત આગામી પારિવારીક ગુજરાતી ફિલ્મ “ફુલેકું” ફિલ્મના નિર્માતા આલોક શેઠ (Alok Sheth) સ્ટારકાસ્ટ અમિત દાસ (Amit Das) અને મંજરી મિશ્રા (Manjari Mishra) આવ્યા અમદાવાદની મુલાકાતે
અમદાવાદ 09 જૂન 2023ના રોજ રિલીઝ થનાર ફિલ્મ “ફુલેકું” ના લેખક અને નિર્દેશિત ઇર્શાદ દલાલ દ્વારા બખૂબી કરવામાં આવ્યું છે, ઇર્શાદ દલાલે (Irshad Dalal) અન્ય ઘણી ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.
માણેકબાગ ખાતે સ્થિત નોર્થ સાઉથ કોરિડોર તેના મહેમાનોને નોર્થ ઇન્ડિયન અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ સાથે પીરસતી કુલ 110 પેક્સની જમવાની ક્ષમતા સાથે મલ્ટિ-ક્યુઝિન કન્સેપ્ટ આધારિત રેસ્ટોરન્ટ છે ત્યાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. Gujarat film Fuleku Star cast in Ahmedabad
ફિલ્મમાં મકડાની નાની ફેક્ટરીના માલિક અને ત્રણ પરણેલા અને એક અપરિણીત પુત્રીના સિદ્ધાંતવાદી પિતા જયંતિલાલ મેઘાણી માર્કેટમાં દેવાળું ફૂંકે છે અને ફુલેકું ફેરવનાર તરીકે બદનામ થાય છે..પોતાની પત્ની નર્મદા સાથે ઝેર પીને આપઘાત કરવાનું નક્કી કરે છે .
અચાનક, ત્યાં ઘરનો વરસો જૂનો વફાદાર નોકર, મૂંગો પણ સાંભળી શકતો રમણીક આવી પહોચે છે અને એક જ ઝાટકે બંનેના હાથના ગ્લાસ નીચે પાડી દે છે.. ત્યારે જ એમના ઘરમાં ઇન્કમટેક્સની રેડ પડે છે અને પછી સર્જાય છે રહસ્ય અને ઈમોશનલ ડ્રામાના આટાપાટા.
ઇન્કમટેક્સ સિનિયર ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યા બંકિમ બારોટ જે એક એવા ઘરે રેડ પડે છે જે ઘરમાં ખાવા-પીવાના પૈસા નથી હોતા, અને એ પછી ઘણી બધી વસ્તુઓનો ખુલાશો થાય છે. આ મૂવીમાં પ્લેબેક સિંગર જાવેદ અલી દ્વારા કંપોઝ કરાયેલ ઈમોશનલ એક જ સોન્ગ છે.
ફિલ્મની ખાસ વાત એ છે કે પીવીઆર સિનેમા પહેલીવાર એક ગુજરાતી મૂવીને પ્રમોટ કરી રહ્યું છે જે ઓલઓવર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થશે. શું એમના સગા સંતાનો ભેગા થઈને બચાવશે સગા બાપનું ઈજ્જત કે એ જ ફેરવી નાખશે એમનું ફુલેકું ?? તો હવે આવી રહ્યો છે એક ગજબ પારિવારિક કથા – “ફુલેકું”.
કલાકાર અનંગ દેસાઈ જે જયંતિલાલનું (Anang Desai as Jayantilal) પાત્ર ભજવી રહ્યા છે પોતાની અદાકારીથી સૌ કોઈ ને રીઝવવા આવી રહ્યા છે, અનંગ દેસાઈ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે.
જેઓ 80 થી વધુ ટેલિવિઝન શોમાં કામ કરી ચુક્યા છે અને ટેલિવિઝન સિરીઝ ખીચડી અને તેના નામની ફિલ્મમાં બાબુજીના પાત્રના પાત્ર માટે જાણીતા છે. અનંગ દેસાઈની સાથે અમિત દાસ, જીગ્નેશ મોદી, મંજરી મિશ્રા, નર્મદા સોની, મનીતા મલ્લિક અને અન્ય જાણીતા સાથી કલાકારો “ફુલેકું” (Fuleku Gujarati Movie) ફિલ્મમાં જોવા મળશે.
એક વખત આ પારિવારિક ફિલ્મ સૌ કોઈએ અચૂક પોતાના પરિવાર સાથે જોવી જ જોઈએ. ગુજરાતી ફિલ્મ, “ફુલેકું” 09 જૂન 2023ના રોજ ઓલઓવર ગુજરાતમાં ૩૦થી વધુ શહેરો અને ૭૦થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.