Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દીકરી ઝિયા સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ચારુ અસોપા

મુંબઈ, સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન, જે છેલ્લા ઘણા સમયથી ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલો હતો તે હવે બહેનના પગલે-પગલે એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ધીમે-ધીમે પગ મૂકી રહ્યો છે. તેની શોર્ટ ફિલ્મ હસરત હાલમાં જ રિલીઝ થઈ છે અને તે પોતાની કેટલાક અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત જાેવા મળી રહ્યો છે. Charu Asopa shifted to a new house with daughter Zia

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો રાજીવ ઘણીવાર દીકરી ઝિયાનાની તસવીરો શેર કરતો રહે છે. તેને જ્યારે પણ સમય મળે છે ત્યારે અલગ રહેતી પત્ની ચારુ અસોપા સાથે રહેતી દીકરી ઝિયાનાને મળવા પહોંચી જાય છે અને તેની સાથે સમય પસાર કરે છે. એક્ટરે હાલમાં એક્સક્લુઝિવ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બિગ બોસ ઓટીટી ૨ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે પ્રોજેક્ટ માટે ઉત્સુક છે.

બિગ બોસ ઓટીટી ૨ સિવાય રાજીવ સેન તેની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. ચારુ અસોપા હાલમાં જ નવા ઘરમાં શિફ્ટ થઈ છે, ત્યારે શું તે તેની મુલાકાત લેવાનો છે તેમ પૂછતાં તેણે જણાવ્યું હતું કે ‘જાે ચારુ મને આમંત્રણ આપશે તો હું જરૂરથી જઈશ. મારું માનવું છે કે, મારી દીકરી ઝિયાનાના પિતા બનવા સિવાય હું એક કામ કરી શકું છું અને તે છે તેના સારા મિત્ર બનવું’.

આ પહેલા આપેલા ઈન્ટરવ્યૂં ચારુ અને તેની વચ્ચે જે કંઈ થયું તે બાદ એ કેવી રીતે નોર્મલ લાઈફ તરફ વળી રહ્યો છે તેના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘સ્થિતિ ગમે તેવી કેમ ન હોય તેને હેન્ડલ કરવી પડે છે.

જીવનમાં ઘણું બધું જતું કરવું પડે છે. કોઈ વસ્તુને હાથમાં પકડી રાખવાનો કોઈ હેતું નથી. બિગ બોસ ઓટીટી ૨ વિશે વાત કરતાં રાજીવ સેને કહ્યું હતું કે, આ શોમાં તે ભાગ લેવા માટે ઉત્સુક છે પરંતુ કમિટમેન્ટના કારણે તે પાછી પાની કરી રહ્યો છે. એક્ટરે જણાવ્યું હતું કે ‘મારા મગજમાં જે ચાલી રહ્યું છે એ છે કમિટમેન્ટ. તમે જાણો છો કે હાલ હું મારા પોતાના પ્રોડક્શનમાં વ્યસ્ત છું. મેં તાજેતરમાં જ મારી યૂટ્યૂબ ચેનલ પર હસરત નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરી હતી.

મારે મારા બિઝનેસનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તેથી, જાેઈએ શું થાય છે. પરંતુ ખાતરી છે કે જે થશે સારું જ થશે. રાજીવ સેન અને ચારુ અસોપા તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે. ૨૦૧૯માં આ કપલે હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારથી જ તેમની વચ્ચે કંઈક ઠીક નહોતું. પરંતુ લગ્ન પછી બધું સરખું થઈ જશે તેમ તેમનું માનવું હતું. જાે કે, કોઈ ફરક પડ્યો નહોતો.

હનીમૂન પરથી આવ્યાના થોડા જ મહિનામાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને ચારુએ સોશિયલ મીડિયા પરથી સેન અટક પણ હટાવી દીધી હતી. આટલું જ નહીં બંનેએ એકબીજા સાથેની તસવીરો પણ ડિલિટ કરી દીધી હતી. લોકડાઉન દરમિયાન પણ ચારુ મુંબઈ સ્થિત ઘરે એકલી હતી જ્યારે રાજીવ દિલ્હીમાં હતો.

બંને વચ્ચે લોકડાઉન ખુલ્યા બાદ સમાધાન થયું હતું અને સાથે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ થઈ હતી અને નવેમ્બર ૨૦૨૨માં દીકરી ઝિયાનાનો જન્મ થયો હતો. તેના થોડા સમય બાદ બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો અને આ વખતે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers