Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

TMKOCના જેઠાલાલ કેમ OTT પર આવવા નથી માગતા?

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવી જાણીતા થયેલા એક્ટર દિલીપ જાેશી, ફિલ્માં પણ કામ કરી ચૂક્યા છે. પરંતુ, તેઓ ઓટીટીની દૂનિયાથી દૂર ભાગે છે. આજે જ્યાં મોટાભાગના ફિલ્મ અને ટીવી સ્ટાર્સ ઓટીટી પર પણ કામ કરી રહ્યા છે, ત્યારે દિલીપ જાેશી ઓટીટી પર આવવાને લઈને ઉત્સુક નથી. દિલીપ જાેશી છેલ્લા ૧૫ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જાેડાયેલા છે. Why TMKOC’s Jethalal doesn’t want to come on OTT?

દિલીપ જાેશી ઓટીટી પર કેમ નથી આવવા માગતા, તેનું કારણ તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું. દિલીપ જાેશીએ એક ઈન્ટર્વ્યુમાં ઓટીટી પર આવતા કન્ટેન્ટને લઈને વાત કરી અને જણાવ્યું કે, તેઓ કેમ તેનાથી દૂર રહે છે, અને કેમ તેમાં કામ કરવા નથી ઈચ્છતા.

ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા પણ દિલીપ જાેશીએ ઓટીટી પર દર્શાવાતા કન્ટેન્ટ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને હવે તેમણે ઓટીટીથી દૂર રહેવાનું કારણ જણાવ્યું છે. દિલીપ જાેશીએ કહ્યું કે, ‘જ્યારે મને તારક મહેતા કો ઉલ્ટા ચશ્મા મળી હતી, તો મેં વિચાર્યું ન હતું કે તે આટલો લાંબો સમય સુધી ચાલશે અને આટલી પોપ્યુલર થશે.

આજે ઓટીટી પર કેટલુંક સારું કન્ટેન્ટ પણ જાેવા મળી રહ્યું છે. જાે કંઈ રસપ્રદ સામે આવે છે તો સારું છે. પરંતુ, ઓટીટી પર કારણ વિનાની આટલી ગાળો છે. એ જ મારા માટે એક ખામી છે. એ જ સમસ્યા છે. હું ગાળો નહીં બોલી શકું. ઘણા સારા શોઝ છે, જેમાં મોટા પ્રમાણમાં ગાળો પણ છે. પરંતુ ખબર નથી કેમ તે મેકર્સની પ્રાથમિકતા છે.

દિલીપ જાેશીએ જણાવ્યું કે, તેમને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા ‘કોમેડી સર્કસ’ની ઓફર થઈ હતી. પરંતુ, તેમણે તેને એટલા માટે નકારી દીધી કે, તેમાં અશ્લીલ જાેક્સ પણ ક્રેક કરવામાં આવતા હતા. દિલીપ જાેશીએ કહ્યું કે, ‘મારી પાસે ઘણા વર્ષો સુધી કામ ન હતું અને એ શોમાં મને સારા રૂપિયા પણ મળી રહ્યા હતા. પરંતુ મેં તે શોન કર્યો, કેમકે હું એવું કામ કરવા ઈચ્છું છું કે જેને હું પરિવાર સાથે બેસીને જાેઈ શકું.’SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers