ટેલિવિઝન અને ફિલ્મોમાં પણ નામ કમાયેલા ટીવી કલાકારો!
દરેક કલાકાર મોટા પડદા પર કામ કરવાનું સપનું જોતો હોય છે. ઘણા બધા કલાકારો ટેલિવિઝનના પડદા પર તેમનો પ્રવાસ શરૂ કરે છે અને પછી બોલીવૂડમાં પ્રવેશ કરવાનું લક્ષ્ય રાખે છે. ઘણા બધા ટેલિવિઝનના કલાકારોએ તેમના બેજોડ અભિનય અને અવિસ્મરણીય પાત્રો થકી બંને મંચો પર રાજ કર્યું છે.
એન્ડટીવીના કલાકારો અનિતા પ્રધાન (માલતી દેવી, દૂસરી મા), વિશ્વનાથ ચેટરજી (બેની, હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ) દર્શકોના મન પર છોડેલી કાયમી છાપ સાથેનાં તેમના મજબૂત પાત્રો વિશે મજેદાર વાતો કરે ચે.
એન્ડટીવીના શો દૂસરી મામાં માલતી દેવીનું પાત્ર ભજવતી અનિતા પ્રધાન કહે છે, “નાની હતી ત્યારે ભવ્ય મોટા પડદા પરના કલાકારોથી મોહિત થઈને મને પણ અભિનય કરવાનું મન થતું અને એક દિવસહું તેમને પગલે ચાલીશ એવી મનમાં ગાંઠ વાળી હતી. મારો અભિનયનો પ્રવાસ શરૂ થયા પછી મને નામાંકિત કલાકારો સાથે અનેક નાની છતાં અવિસ્મરણીય ભૂમિકાઓ ભજવવાનો વિશેષાધિકાર મળ્યો.
જોકે તેમાંથી સૌથી યાદગાર અતુલનીય કીનુ રીવ્ઝ સાથે લિટલ બુદ્ધામાં મળેલી ભૂમિકા હતી. કીનુ રીવ્ઝ નોંધપાત્ર અને અત્યંત સુંદર અભિનેતા છે, જેણે મારો અનુભવ વધુ વિશેષ બનાવી દીધો હતો. મારી કારકિર્દીમાં નાની રીતે પણ આ નોંધપાત્ર સિદ્ધિ હતી. આ પછી મને ધ ગ્રેટ એક્ઝોટિક મેરિગોલ્ડ હોટેલમાં આઈકોનિક જુડી ડેન્સ સાથે કેમિયો રોલ કર્યો.
આમાં ફિલ્મના મુખ્ય કલાકારો સાથે મને ડાયલોગ બોલવા મળ્યા હતા, જેનાથી ફિલ્મ જોનાર પર મારી છાપ પડી ગઈ હતી. આ પછી હિંદી ફિલ્મ, ટેલિવિઝન નિર્માણ અને ઓટીટી મંચોમાં મેં વિવિધ ભૂમિકાઓ ભજવી. આવી નોંધપાત્ર ફિલ્મોનો હિસ્સો બનવાની દરેક તકે મને સ્ટારડમ અપાવ્યું, જે અમૂલ્ય ખજાનો મારા મનમાં કાયમ માટે અંકિત છે.”
હપ્પુ કી ઉલટન પલટનમાં વિશ્વનાથ ચેટરજી ઉર્ફે બેની કહે છે, “સિલ્વર સ્ક્રીનનો હિસ્સો બનવાનું હંમેશાં સપનું જોતો હતો. મને અજબ પ્રેમ કી ગઝબ કહાનીમાં પહેલી વાર રણબીર કપૂર અને કેટરીના કૈફ સાથે કેમિયો રોલ મળ્યો. જોકે ત્યાર પછી પૂરતો આવ્યો અને તે પછી હું સંઘર્ષ કરતો હતો.
પડકારો થતાં મેં ધીરજ રાખી અને આખરે મારી પાસે તકો આવવાનું શરૂ થયું. મેં તે સમયે અમુક ફિલ્મો લીધી. આમ છતાં અભિનયમાં મારો સૌથી યાદગાર અનુભવ લુક્કાછુપ્પીમાં માનવંતા પંકજ ત્રિપાઠીજી અને નમ્ર કાર્તિક આર્યન સાથે પડદા પર ચમકવા મળ્યું તે છે. ફિલ્મમાં મેં ગુડ્ડુ (કાર્તિક આર્યન)ના મોટા ભાઈની ભૂમિકા ભજવી,
જે તેના નાના ભાઈ પર ખૂબ પ્રેમ કરે છે. કાર્તિકની નમ્રતા અને સાદગીભર્યા સ્વભાવે તેને મારો સહ-કલાકારથી પણ વિશેષ મારો અસલી ભાઈ બનાવી દીધો. શૂટિંગ પછી તે મને ભૈયા તરીકે સંબોધવા લાગ્યો અને તેના પરિવાર સાથે મારી ઓળખ કરાવી.
અમારા ફુરસદના સમયમાં અમે ક્રિકેટ મેચ રમતા અને એકત્ર ભોજન કરતા. આખરે મેં પોતાને મોટા પડદા પર જોયો ત્યારે અમારું અસલી જોડાણ પડદા પર પણ સુંદર રીતે રૂપાંતર થયેલું જોવા મળ્યું. આજે પણ લોકો મને ફિલ્મમાંના ગુડ્ડુના ભાઈ તરીકે વહાલથી યાદ કરે છે અને મને ચાહકો પાસેથી પ્રેમ અને ધ્યાન મળે છે તે ખુશી આપે છે.”
ભાભીજી ઘર પર હૈમાં રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “ભાભીજી ઘર પર હૈમાં મનમોહન તિવારીનું મારું પાત્ર હવે ઘેર ઘેર ચર્ચિત નામ છે અને હું આટલો બધો પ્રેમ અને વહાલ આપવા માટે દર્શકોનો આભાર માનું તેટલો ઓછો છે. પાત્ર એટલું સુંદર રીતે વણી લેવાયું છે કે લોકો મને રોહિતાશને બદલે તિવારીજી તરીકે બોલાવે છે.
જોકે આ પૂર્વે મેં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. મારી કારકિર્દીમાં મને ઉત્તમ કલાકારો સાથે અનેક ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો છે. તિવારીજી સહિત વિવિધ પાત્રો ભજવવા છતાં મુન્નાભાઈ એમબીબીએસના એક આઈકોનિક સીનમાં મને નારિયેળવાળો બતાવવામાં આવ્યો છે તે યાદગાર ભૂમિકા રહી છે.
ફિલ્મ અને મારા પ્રવાસમાં તે સીન બહુ મહત્ત્વ ધરાવે છે. સ્વ. સુનીલ દત્તજી અને ઉત્કૃષ્ટ બોમન ઈરાનીજી સાથે પડદા પર કામ કરવાનો અનુભવ આનંદિત અને સુખદ રહ્યો. ફિલ્મમાં તે ટૂંકી હાજરી પણ મને આટલી બધી ભરપૂર લોકપ્રિયતા અપાવશે એવું ધાર્યું નહોતું.
આજે પણ લોકો મને વહાલથી મુન્નાભાઈ એમબીબીએસની મારી ભૂમિકાને યાદ કરે છે. આ અણધારી ઓળખ મારે માટે સપનું સાકાર થવા જેવી છે. કલાકાર તરીકે હું ભારપૂર્વક માનું છું કે સ્ક્રીન ટાઈમથી કોઈ ફરક પડતો નથી, પરંતુ પાત્રનો પ્રભાવ ખરેખર મહત્ત્વપૂર્ણ હોય છે.”