સવારથી જ પેટ્રોલ પંપમાં લોકો બે હજારની નોટો લઈને પેટ્રોલ ભરાવવા પહોંચ્યા
શાકભાજી વિક્રેતા પણ ૫૦૦ ની અને ૨૦૦ ની નોટ આપી રહ્યા છે, વેપારીઓનું કહેવું છે કે ૨૦૦૦ ની નોટનું ચલણ ઓછું છે
અમદાવાદ, રાજકોટમાં અલગ અલગ પાનની દુકાનોમાં પણ લોકો ૨,૦૦૦ ની નોટ લઈને આવી રહ્યા છે. ૫૦ કે સો રૂપિયાનો માલ લેવો હોય અને લોકો ૨૦૦૦ ની નોટ કાઢે છે. વેપારીએ કહ્યું ૨૦૦૦ ની નોટના છૂટા કેમ આપવા. ૨૦૦૦ ની નોટ અત્યાર સુધી માર્કેટમાં દેખાતી નહોતી પરંતુ ગઈકાલ રાતથી મોટી સંખ્યામાં ૨૦૦૦ ની નોટ દેખાઈ રહી છે.
સુરતમાં ૨૦૦૦ ની નોટને લઈ જાહેરાત થતા સવારથી રાજ્યમાં કંઈક અલગ માહોલ જાેવા મળી રહ્યો છે. સુરત છઁસ્ઝ્ર માર્કેટ માં પેમેન્ટને લઈ માહોલ બદલાયો છે. શાકભાજી વેચવા આવનાર ખેડૂતો ૨૦૦૦ ની નોટને બદલે ૫૦૦ ની નોટ મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે.
ગામડામાં ૨૦૦૦ ની નોટના છુટ્ટા મળતા નથી તેવી કેફિયત રજુ કરાઈ છે. છઁસ્ઝ્ર શાકભાજી વિક્રેતા પણ ૫૦૦ ની અને ૨૦૦ ની નોટ આપી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ૨૦૦૦ ની નોટનું ચલણ ઓછું છે. એકલ દોકલ ૨૦૦૦ ની નોટમાં વ્યવહાર થાય છે. અત્યારે ખેડૂતો ૨૦૦૦ ની નોટના બદલે ૫૦૦ ની નોટનો આગ્રહ રાખે છે.
રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપમાં ૨૦૦૦ની નોટો ઢગલાબંધ આવવા લાગી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની ૨૦૦૦ ની નોટ આવી છે. મોટાભાગના લોકો ૨,૦૦૦ ની નોટ લઈને જ પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. મોટાભાગના વાહનચાલકો ૨૦૦૦ ની નોટ લઈને આવી રહ્યા છે.
ડિજિટલ પેમેન્ટ અને અન્ય ચલણનો પણ લોકો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. એ તો બધાને યાદ છે કે,નવેમ્બર ૨૦૧૬ માં નોટબંધી બાદ કેટલાક મહિનાઓ સુધી દેશમાં ઘણી અરાજકતા સર્જાઈ હતી. જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા લોકોને બેંકોમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું.
તો બીજી તરફ ગઈકાલે બે હજારની નોટ બંધ થવાની જાહેરાત થતા આજે સવારથી જ રાજ્યના પેટ્રોલ પંપમાં લોકો બે હજારની નોટો લઈને પેટ્રોલ ભરાવવામાં માટે જઈ રહ્યા છે. તો બીજી તરફ નાના વેપારીઓ બે હજારની નોટ લેતા અચકાતા જાેવા મળી રહ્યા છે.