Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

RSS કાર્યકર્તાની  હત્યાના સળગતા મુદ્દા વચ્ચે કર્ણાટકમાં ભાજપ શા માટે હારી ગયું?

બંને વચ્ચે સુગમ કાર્યકારી સમીકરણ હોવા છતાં આ વિસ્તારમાં ભાજપને કારમી હાર મળવી એ કોઈ આંચકાથી ઓછું નથી

નવી દિલ્હી,  RSS કાર્યકર્તાઓની  હત્યાના સળગતા મુદ્દા વચ્ચે કર્ણાટકમાં ભાજપ શા માટે હારી ગયું? હલાલ-હિજાબ નહીં, આ  છે કારણ ગત વખતે કોસ્ટલ કર્ણાટકમાં ભાજપે (Karnataka BJP) ૧૯માંથી ૧૭ સીટો જીતી હતી. આ વખતે આંકડો ઘટીને ૧૩ પર આવ્યો છે.

આરએસએસના મતે, હાર પાછળનું કારણ હલાલ-હિજાબ નથી પરંતુ સરકારનું તેમના કડારની સાથએ  સાથે ઉભી ન રહેવું છે. કર્ણાટક ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક સપ્તાહ બાદ પણ ભાજપમાં હારનું મંથન ચાલુ છે. બીજેપી સાથે આરએસએસના વરિષ્ઠ નેતાઓ વિશ્લેષણ કરી રહ્યા છે કે કેવી રીતે તટીય કર્ણાટકમાં હિન્દુત્વ કાર્ડ નિષ્ફળ ગયું.

તે પણ જ્યારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ અને આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે બંને સંઘની પૃષ્ઠભૂમિ અને મૈસૂર પ્રદેશમાંથી આવે છે. બંને વચ્ચે સુગમ કાર્યકારી સમીકરણ હોવા છતાં આ વિસ્તારમાં ભાજપને કારમી હાર મળવી એ કોઈ આંચકાથી ઓછું નથી.

કોસ્ટલ કર્ણાટકમાં ઘણી સીટો પર ભાજપનો કુલ વોટ શેર લગભગ અડધો થઈ ગયો છે. કોસ્ટલ કર્ણાટકમાં પણ ભાજપની સીટ ટેલીમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૮માં પાર્ટીએ અહીં ૧૯માંથી ૧૭ સીટો જીતી હતી, જ્યારે આ વખતે તે માત્ર ૧૩ સીટો જ જીતી શકી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટક ચૂંટણીના પરિણામથી સંઘ ખૂબ જ નારાજ છે કારણ કે સંગઠન દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ સક્રિય છે. આ વિસ્તારમાં ઘણા RSS સ્વયંસેવકોની હત્યાના મામલા પણ સામે આવ્યા છે અને પ્રતિબંધિત ઁહ્લૈં સાથે સતત સંઘર્ષ પણ ચાલી રહ્યો છે.

એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતાં RSSના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે ચૂંટણી પરિણામો હિજાબ-હલાલ જેવા મુદ્દાઓની નિષ્ફળતા નથી, જેને પાર્ટીની હારનું પ્રાથમિક કારણ ગણાવવામાં આવી રહ્યું છે. “હિજાબ અને હલાલ સંબંધિત મુદ્દાઓ અસામાન્ય ન હતા.

આ સંબંધિત હતા જે ઉઠાવવામાં આવ્યા હતા અને પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી સરકાર હોવા છતાં તે અમારા સભ્યો અને સ્વયંસેવકો સાથે ઉભી જાેવા મળી નથી. તેમણે કટ્ટરપંથીઓ અને અમે ઉગ્રવાદીઓ સામે એકલા હાથે લડ્યા હતા

RSSના સભ્ય અને BJYMના નેતા પ્રવીણ નેતારુની હત્યા (Murder of Pravin Netaru) આરએસએસ માટે એક વળાંક હતો. સ્થાનિક ભાજપ અને આરએસએસના સભ્યોએ ત્યારબાદ ભારે વિરોધ પ્રદર્શન કર્યા અને તત્કાલીન ભાજપ સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers