Western Times News

Gujarati News

દરિયામાં ડૂબી ગયેલાઓની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું

ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલો પરિવાર દરિયાની ભરતીના પાણીમાં ડૂબ્યુ હતું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના ગંધાર તરફ દરિયો કાંઠો આવેલો છે જ્યાં પરિવારજનો ફરવા ગયા હતા તે દરમિયાન દરિયાની અંદર ભરતી આવી જતા પાણીમાં બાળકો તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો જાેઈ પરિવારજનો એકબીજાને બચાવવાના પ્રયાસ કર્યા હતા. Funeral procession of those who drowned in the sea.

જાેકે ભરતીના પાણી પૂર ઝડપે આવી જતા ડૂબી જવાના કારણે ૬ લોકોના મોત થયા હતા અને ૨ લોકો સારવાર હેઠળ છે.દરિયાની ભરતીમાં ડૂબી ગયેલા ૬ નાના – મોટેરાઓની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામમાં શોકની ભરતી ફરી વળી હતી અને ગોહિલ પરિવારમાં ક્યારેય પુરાઈ નહિ તેવી આવેલી ઓટે પરિજનોને કલ્પાંત કરતા કરી દીધા હતા.

શુક્રવારે શનિ જ્યંતી અને અમાસની મોટી ભરતીએ જ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીક ગંધાર પાસે દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના બાળકો,મહિલા સહિત ૮ લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા.જે પૈકી ૬ હતભાગીઓને દરિયો ભરખી જતા ગમગીની છવાઈ ગઈ હતી.

હોનારતમાં ૧૯ વર્ષીય દશરથ ગોહિલ,૨૦ વર્ષીય તુલસીબેન બળવંતભાઈ,૫ વર્ષીય જાનવીબેન હેમંતભાઈ,આર્યાબેન રાજેશભાઈ ૧૫ વર્ષીય રીંકલબેન બળવંતભાઈ અને ૩૮ વર્ષીય રાજેશ છત્રસિંહ ગોહિલના મૃત્યુ થયા હતા.જ્યારે ૧૯ વર્ષીય કિંજલબેન બળવતભાઈ ગોહિલ અને ૧૭ વર્ષીય અંકિતાબેન બળવતભાઈ ગોહિલ બચી ગયા હતા. એક જ પરિવારના ૬ લોકોના મોતથી ગમગીની ફેલાઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.