બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સેવા કેન્દ્ર પ્રભારી કૈલાશ દીદીજી દ્વારા ૫ થી ૧૨ ક્લાસના વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પ યોજાયો
ગાંધીનગર, શાળાના વેકેશન પિરીયડને સુવર્ણ યાદગાર બનાવવા હેતુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સેકટર.૨૮ ગાંધીનગર પ્રભારી આદરણીય કૈલાશદીદીજી દ્વારા સેવાકેન્દ્રના ‘પીસ પાર્ક’ હૉલ માં જ ૫ થી ૧૨ ક્લાસના વિદ્યાર્થીઓને ડીવાઈન, ડીવોશનલ અને ડાયનેમિક બનાવવા તા. ૧૪ થી ૨૧ મે, ૨૦૨૩ રોજ સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ ‘થ્રી ડી સમર કેમ્પ’ આયોજીત કરવામાં આવેલ. Brahma Kumaris Gandhinagar Seva Kendra conducted a summer camp
વેલ્યુ બેઝડ ડેવલપમેન્ટ, ઇમ્પ્રુવીંગ કોન્સેન્ટ્રેશન,અવેકનીંગ ક્લાસીસ, સ્પીરીચ્યુઅલ એકટીવીટીઝ, ક્રિએટીવ મેડિટેશન અને મ્યુઝિકલ એકસરસાઈઝ વિષયો પરના આઆઠ દિવસીય સમર કેમ્પ માં ફેકલ્ટી (૧) ડૉ. યોગેશભાઈ એ બહુ જ સરસ ઢંગ થી યોગ શિખવાડેલ,
(૨) ભ્રાતા મયુર ભાઈએ બધાને અનોખી રીતે સેલ્ફ ડિફેન્સની માસ્ટર ટ્રેનીંગ આપેલ,(૩) ભગિની ધૃતીબેન દવે એ ક્રાફ્ટ મેકીંગની ટ્રેનીંગ આપેલ, (૪) કુમારી આશાબેન પટેલે બસર્વ ને વેરાયટી ડાન્સ શિખવાડેલ. જ્યારે સમગ્ર કેમ્પનું સુંદર આયોજન અને લાજવાબ સંચાલન બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સેવાકેન્દ્રના રાજયોગા ટીચર બી.કે.કૃપલબેને કરલ.
કેમ્પમાં બાળકોને જ્ઞાન, શિક્ષણ, ટ્રેનીંગની સાથે સાથે ગમ્મત અને તેનાથી ય વધુ રોજ વેરાયટી ટોલી(પ્રસાદ) આઇસક્રીમ, ચોકલેટ વહેંચવામાં આવતી જેના ફળ સ્વરૂપ આ કેમ્પનો ૪૨ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગ, ઉત્સાહથી લાભ લીધેલ કે જેમને આદરણીય કૈલાશ દીદીજી દ્વારા ૨૧ મે ૨૦૨૩ર
રવિવારે આયોજીત કેમ્પના સમાપન સમારોહમાં બધા જ બાળકો ઉન્ન્તિની સાથે સદા પરમાત્મ આશીર્વાદથી જીવનના નિત નવા ઉન્નતિના શિખર પર આગળ વધે એવી શુભ કામનાઓં સાથે એવર લાસ્ટીંગ મેમરી રૂપે ખૂબ જ સરસ આકર્ષક સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવેલ.